શહેરા ધારાસભ્ય જેઠાભાઈ આહીરની વિશેષ ઉપસ્થિતિમાં અણીયાદ પ્રાથમિક શાળામાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ચિત્ર અને વકૃત્વ સ્પર્ધા યોજાઈ

શહેરા તાલુકાના અણીયાદ ગામની પ્રાથમિક શાળા ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવાકાળની ઉજવણી ‚પે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ચિત્ર અને વકૃત્વ સ્પર્ધા યોજાઈ હતી. આ પ્રસંગે ધારાસભ્ય જેઠાભાઈ આહીર તથા અન્ય ભાજપ અગ્રણીઓ અને પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, ધારાસભ્ય જેઠાભાઈ આહીર એ બાળકોની કળા અને વકૃત્વ પ્રતિભાને બિરદાવી તેમનો ઉત્સાહ વધાર્યો હતો.

શહેરા તાલુકાના અણીયાદ ગામની પ્રાથમિક શાળા ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવાકાળની ઉજવણી નિમિત્તે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ચિત્ર સ્પર્ધા અને વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય જેઠાભાઈ આહીર ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને શાળાના બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.ચિત્ર સ્પર્ધા દરમિયાન બાળકોએ પોતાની કલ્પનાશક્તિ અને સ્વપ્નોને રંગો અને કેનવાસના માધ્યમથી અત્યંત સુંદર રીતે કંડાર્યા હતા. ધારાસભ્ય જેઠાભાઈ આહીરે બાળકો દ્વારા દોરવામાં આવેલા વિવિધ વિષયો આધારિત સર્જનાત્મક ચિત્રોને બારીકાઈથી નિહાળીને તેમની કળા અને પ્રતિભાના મુક્ત મને વખાણ કર્યા હતા. આ સાથે જ વકૃત્વ સ્પર્ધામાં પણ વિધાર્થીઓએ વડાપ્રધાનના સેવાકાર્યો અને રાષ્ટ્રનિર્માણના વિષયો પર પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ કાર્યક્રમમાં ધારાસભ્ય જેઠાભાઈ આહીરની સાથે જીલ્લા ભાજપ મહામંત્રી જીગ્નેશ પાઠક, તાલુકા ભાજપ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ પટેલ, જીલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ મગનભાઈ પટેલિયા, તાલુકા પંચાયતના પ્રમુખ વિક્રમસિંહ પગી, તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ ગજેન્દ્રસિંહ પગી તેમજ બી.આર.સી. રાકેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત અણીયાદ ગ્રામ પંચાયતના સરપંચ, ગામના સ્થાનિક અગ્રણીઓ, શાળા પરિવાર ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.