અખિલ ભારત લાડી લોહાણા સિંધી પંચાયતના રાષ્ટ્રીય પ્રમુખ પદે શહેરાના રૂપચંદ સેવકાણીનો ભવ્ય વિજય 

મંદસૌર ખાતે યોજાયેલું ૪૧મું રાષ્ટ્રીય અધિવેશન સંપન્ન: રાષ્ટ્રીય પ્રમુખ તરીકે શહેરા ના ‚પચંદ સેવકાણી ચૂંટાયા.

અખિલ ભારત લાડી લોહાણા સિંધી પંચાયતનું ૪૧મું રાષ્ટ્રીય અધિવેશન મધ્યપ્રદેશના મંદસૌર ખાતે અત્યંત ઉત્સાહસભર અને ભવ્ય વાતાવરણમાં યોજાઈ ગયું. આ ત્રિદિવસીય રાષ્ટ્રીય મહાસંમેલનમાં દેશભરમાંથી મોટી સંખ્યામાં સિંધી સમાજના અગ્રણીઓ, મધ્યસ્થ સભ્યો અને જ્ઞાતિબંધુઓ ઉપસ્થિત રહ્યા હતા. આ અધિવેશન દરમિયાન પંચાયતના સર્વોચ્ચ પદ એવા રાષ્ટ્રીય પ્રમુખની ચૂંટણી યોજાઈ હતી, જેમાં પંચમહાલ જીલ્લાના શહેરાના જાણીતા સમાજસેવક અને અગ્રણી ‚પચંદભાઈ સેવકાણીનો ભવ્ય વિજય થયો હતો.

મંદસૌર ખાતે અખિલ ભારત લાડી લોહાણા સિંધી પંચાયત આયોજીત આ અધિવેશનમાં સમગ્ર દેશમાંથી આવેલા પંચાયતના પ્રતિનિધિઓ અને સમાજના લોકોએ સિંધી સંસ્કૃતિના જતન, સામાજીક એકતા, યુવા સંગઠન અને સમાજના સર્વાંગી વિકાસ અંગે ગહન વિચાર-વિમર્શ કર્યો હતો.આ રાષ્ટ્રીય અધિવેશનમાં

અખિલ ભારત લાડી લોહાણા સિંધી પંચાયતના રાષ્ટ્રીય પ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. જેમાં શહેરા ના ‚પચંદભાઈ સેવકાણી અને જુનાગઢ ના ભાગચંદભાઈ સુખવાણી એ ઉમેદવારી નોંધાવી હતી. આ સમાજના બે દિગ્ગજ નેતાઓ વચ્ચે સીધો અને રસપ્રદ મુકાબલો જોવા મળ્યો હતો. આ ચૂંટણીમાં તમામ મેમર મતદારોએ અત્યંત ઉત્સાહ અને શાંતિપૂર્ણ વાતાવરણમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાન પૂર્ણ થયા બાદ હાથ ધરવામાં આવેલી મતોની ગણતરીમાં શહેરાના ‚પચંદ સેવકાણીને સ્પષ્ટ બહુમતી મળતા તેમને અખિલ ભારત લાડી લોહાણા સિંધી પંચાયતના નવા રાષ્ટ્રીય પ્રમુખ તરીકે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.‚પચંદ સેવકાણીના વિજયની જાહેરાત થતાં જ સમગ્ર અધિવેશન હોલ “જય ઝૂલેલાલ ના નારાઓથી ગુંજી ઊઠ્યો હતો. વિજેતા બનેલા નવા પ્રમુખને સિંધી સમાજના અગ્રણીઓ, હોદ્દેદારો અને ઉપસ્થિત જ્ઞાતિબંધુઓએ ફુલહાર પહેરાવીને તેમજ પુષ્પગુચ્છ અર્પણ કરીને ભાવભર્યું સ્વાગત કર્યું હતું અને આતિશબાજી સાથે વિજય ઉત્સવ મનાવ્યો હતો. અખિલ ભારત લાડી લોહાણા સિંધી પંચાયતના ૪૧મા રાષ્ટ્રીય અધિવેશનના સફળ આયોજન બાદ સમાજ હવે નવા નેતૃત્વ હેઠળ નવી ઊંચાઈઓ સર કરવા તૈયાર છે. નવનિયુક્ત પ્રમુખ ‚પચંદ સેવકાણીના માર્ગદર્શન હેઠળ દેશભરમાં સિંધી સમાજના ઉત્થાન માટે અભૂતપૂર્વ કાર્યો કરશે તેવી આશા અને વિશ્ર્વાસ સમાજના અગ્રણીઓએ વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે અખિલ ભારત લાડી લોહાણા સિંધી પંચાયત નવનિયુક્ત પ્રમુખ ‚પચંદભાઈ સેવકાણીએ તમામ મતદારો, અગ્રણીઓ અને સમાજનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “સમાજે મારા પર જે વિશ્ર્વાસ મૂક્યો છે તેને હું પૂર્ણ નિષ્ઠાથી નિભાવીશ. દેશભરમાં પથરાયેલા લાડી લોહાણા સિંધી સમાજને એકસૂત્રે બાંધવો, શિક્ષણ અને રોજગારી ક્ષેત્રે યુવાનોને આગળ લાવવા તેમજ સમાજના અંતરિયાળ વિસ્તારો સુધી સામાજીક કલ્યાણના કામો પહોંચાડવા એ મારી પ્રાથમિકતા રહેશે. આ વિજય મારો વ્યક્તિગત વિજય નથી, પરંતુ સમગ્ર લાડી લોહાણા સિંધી સમાજની એકતાનો વિજય છે.