સરકારી ઈજનેરી કોલેજ, દાહોદનું “AI-Enabled Campus” બનવા તરફ મહત્વપૂર્ણ પગલું

દાહોદ ટેક્નોલોજીના ઝડપથી બદલાતા યુગમાં વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્ષેત્રે સક્ષમ બનાવવા તથા કેમ્પસમાં AI આધારિત શિક્ષણ અને ટેક્નોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે સરકારી ઈજનેરી કોલેજ, દાહોદ દ્વારા “AI-Enabled Campus” બનવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે.

આ પહેલના ભાગરૂપે કોલેજ ખાતે IBM-CSRBOXના સહયોગથી “Generative AI, AI Tools and Their Applications for Engineers” વિષય પર વિશેષ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. સત્ર દરમિયાન વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને Generative AIની મૂળભૂત સમજ, વિવિધ આધુનિક AI Tools તેમજ એન્જિનિયરિંગ ક્ષેત્રમાં તેના વ્યવહારિક ઉપયોગો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 માં ટેક્નોલોજી આધારિત શિક્ષણ, નવીનતા, કૌશલ્ય વિકાસ, ક્રિટિકલ થિંકિંગ, સમસ્યા નિરાકરણ અને આંતરવિષયક અભ્યાસને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. આ પરિપ્રેક્ષ્યમાં Artificial Intelligence અને Generative AI જેવી ઉભરતી ટેક્નોલોજીઓનું જ્ઞાન વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે તૈયાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. AIનો યોગ્ય અને જવાબદારીપૂર્વક ઉપયોગ વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા, વિશ્લેષણાત્મક વિચારશક્તિ, સંશોધન ક્ષમતા અને સમસ્યા ઉકેલવાની કુશળતાને વધુ મજબૂત બનાવી શકે છે.

આજના બદલાતા ઔદ્યોગિક અને ટેક્નોલોજીકલ વાતાવરણમાં AI Literacy, Data Analysis, Critical Thinking, Problem Solving, Creativity, Digital Skills અને Innovation જેવી Futuristic Skills વિદ્યાર્થીઓની કારકિર્દી અને રોજગારક્ષમતા માટે અત્યંત મહત્વપૂર્ણ બની રહી છે. ખાસ કરીને એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટે AI Toolsનું વ્યવહારિક જ્ઞાન તેમને Industry 4.0 અને ભવિષ્યના ટેક્નોલોજી આધારિત કાર્યક્ષેત્રો માટે વધુ સજ્જ બનાવવામાં મદદરૂપ થઈ શકે છે.

આ વિશેષ સત્રમાં 60થી વધુ વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સત્ર દરમિયાન શિક્ષણ, અભ્યાસ, સંશોધન, પ્રોજેક્ટ ડેવલપમેન્ટ, સમસ્યા નિરાકરણ અને એન્જિનિયરિંગના વિવિધ ક્ષેત્રોમાં AI Toolsનો અસરકારક ઉપયોગ કેવી રીતે કરી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

સરકારી ઈજનેરી કોલેજ, દાહોદનો ઉદ્દેશ્ય કેમ્પસને “AI-Enabled Campus” તરીકે વિકસાવવાનો છે, જ્યાં વિદ્યાર્થીઓ અને અધ્યાપકો શિક્ષણ, સંશોધન, નવીનતા અને વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં AI Toolsનો નૈતિક, જવાબદારીપૂર્વક અને અસરકારક ઉપયોગ કરી શકે. NEP 2020ના વિઝનને અનુરૂપ વિદ્યાર્થીઓમાં Futuristic Skills વિકસાવવા અને તેમને ભવિષ્યના ટેક્નોલોજી આધારિત વિશ્વ માટે તૈયાર કરવા કોલેજ દ્વારા આગામી સમયમાં પણ AI આધારિત તાલીમ કાર્યક્રમો, વર્કશોપ, નિષ્ણાત વ્યાખ્યાનો અને પ્રાયોગિક સત્રોનું આયોજન કરવામાં આવશે.