રોટરી ક્લબ ડાયમંડ,દાહોદ દ્વારા રક્ત થકી માનવજાતને જીવતદાન મળે તેવા આશય હેઠળ રાતકદાન કેમ્પ યોજાયો

માનવ સેવાના કાર્યો ને વરેલી રોટરી ક્લબ ડાયમંડ દાહોદ, રાજ કૃપા નર્સિંગ કોલેજ,દાહોદ ના સયુંકત ઉપક્રમે અને ઝાયડસ હોસ્પિટલ દાહોદ ના સહયોગ થી રકતદાન કેમ્પ રાજ કૃપા નર્સિંગ કોલેજ , દાહોદ ખાતે યોજાયો.

રક્ત દાન કેમ્પ નો પ્રારંભ રોટરી ક્લબ ડાયમંડ,દાહોદ ના પ્રમુખ રતનસિંગ બામણિયા અને પૂર્ણાહુતિ રાજ કૃપા નર્સિંગ કોલેજ ના આચાર્યા સાનિયા બેરી રક્ત દાન કરી ને કરાઈ હતી.

નર્સિંગ કોલેજ ના વિધાર્થીઓ અને રક્તદાતાઓ એ ૨૦ જેટલી બોટલો ઝાયડસ હોસ્પિટલ દાહોદ ને આપવામાં આવી હતી. કેમ્પ માં ઉપસ્થિત મહેમાનો ઝાયડસ હોસ્પિટલ,દાહોદ ના સુપ્રીડેન્ટ ડો.શૈલેષભાઈ રાઠોડ , ડો.શિલ્પા શંખે,નગર પાલિકાના ઉપપ્રમુખ જુગલબેન પંડ્યા,પૂર્વ પ્રમુખ સયુંકતા બેન મોદી એ રક્ત શરીર નો સૌથી ઉપયોગી તરલ પદાર્થ છે. જે ઓક્સિજન અને પૌષ્ટિક તત્વો શરીર ના અંગો માં પહોંચાડી જીવિત રાખે છે. રક્ત નો કોઈજ પર્યાય ન હોઈ રક્ત દાન ખુબજ જ‚રી હોવાનું જણાવ્યું હતું. કેમ્પ ની વ્યવસ્થા કિરણ બેન ગોસ્વામી,જીગ્નેશ અગ્રવાલ, ક્લબ ના કોષાધ્યક્ષ વાસુદેવભાઇ મંગલાની , મહેશભાઈ બારિયા અને મોનિકા બેન પટેલે કરી હતી. કેમ્પ યોજવા માર્ગદર્શન, સંચાલન ક્લબ ના સહાયક ગવર્નર હીરાલાલ સોલંકી દ્વારા કરાયું હતું.