સરકારી શાળાઓમાં હવે મંજૂરી વગર પ્રવેશ નહીં મળે, જો ઘૂસ્યા તો દંડાત્મક કાર્યવાહી માટે તૈયાર રહેજા

આજકાલ શાળાઓમાં જઈને ત્યાંની સ્થિતિ દર્શાવવી, ઘણીવાર તો પાણીમાંથી પોરા કાઢવા જેવી વસ્તુઓ દર્શાવવી એ જાણે સોશિયલ મીડિયા ટ્રેન્ડ બની ગયો છે. આ વસ્તુને રોકવા માટે હવે રાજ્ય શિક્ષણ વિભાગે મોટો નિર્ણય લીધો છે. રાજ્યની સરકારી શાળાઓમાં જઈ રાજકીય રોટલા શેકતાં બિન-અધિકૃત એટલે કે વાલી સિવાયના વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ સહિતની દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. શિક્ષણ વિભાગ દ્વારા પ્રિન્સીપાલની પૂર્વ લેખિત મંજૂરી વિના બાળકોના વાલીઓ સિવાયના બિન-અધિકૃત લોકો પર રોક લગાવતો નિર્ણય લેવામાં આવ્યો છે. જાકે એમાં વાસ્તવિક સ્થિતિનું ચિત્રણ દર્શાવવું પણ મુશ્કેલ થઈ પડી શકે છે.

શિક્ષણ વિભાગના આ એક નિર્ણયથી વિપક્ષો માટે ખરેખર જે સરકારી શાળાઓની સ્થિતિ દયાજનક હશે તેમની પોલ ખોલવી મુશ્કેલ બની જશે.આ ઉપરાંત બોર્ડ એક્ઝામ સહિતના મુદ્દે કોઈપણ રાજકીય પક્ષના નેતાઓ ફોટો પડાવી સસ્તી પબ્લીસિટી પણ હવે મેળવી શકશે નહીં.આ નિયમનો જા ભંગ કર્યો તો ભારતીય ન્યાય સંહિતા- ૨૦૨૩, પોક્સો એક્ટ ૨૦૧૨ અને આઈટી એક્ટ ૨૦૦૦ હેઠળ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. એટલે કે હવે સરકારી શાળાઓમાં ઘૂસતા પહેલા વિચાર કરવો પડશે.

અત્રે જણાવવાનું કે રાજ્યની સરકારી શાળાઓને રાજકીય પક્ષોએ પોતાના રોટલા શેકવા માટે ઘણા સમયથી લોકપ્રિયતા મેળવવાનું સાધન બનાવી દીધુ હતું. અગાઉથી મંજૂરી વગર ચાલુ શૈક્ષણિક કાર્ય દરમિયાન લોકો આવી જતા હોવાની ફરિયાદો અવારનવાર મળતી હતી. જેના કારણે શિક્ષણ વિભાગે આ પગલું ભર્યું છે. આ પરિપત્ર મુજબ હવે કોઈ પણ બહારની વ્યક્તિ શાળા અધિકૃત અધિકારી સાથે પણ પૂર્વ મંજૂરી વગર શાળામાં પ્રવેશી શકશે નહીં. આ ઉપરાંત મંજૂરી વગર ફોટોગ્રાફી કે વીડિયોગ્રાફી ઉપર પણ પ્રતિબંધ મૂકાયો છે.

હવે કોઈ ણ શાળામાં પ્રવેશીને ત્યાં વિદ્યાર્થીઓ કે શિક્ષકોની વીડિયોગ્રાફી કે ફોટોગ્રાફી, કોઈનો ઈન્ટરવ્યુ કે ઓડિયો રેકો‹ડગ, લાઈવ સ્ટ્રીમિંગ ધડાધડ કરી શકશે. નહીં. આવું કરવા માટે શાળાના આચાર્યની પૂર્વ લેખિત મંજૂરી લેવી પડશે. આવી પ્રવૃત્તિ માત્ર કાયદેસર હેતુસર જ મંજૂર કરવામાં આવશે.

જો આચાર્યની ઠીક ન લાગે તો તેઓ મુલાકાતીને પરિસર છોડવાનો આદેશ પણ આપી શકશે. શાળાની સુરક્ષા, ગોપનીયતા, શિસ્ત અથવા શૈક્ષણિક વાતાવરણ પર અસર થવાની શક્યતા આચાર્યને પૂરેપૂરો પાવર રહેશે કે તેઓ પ્રવેશ કરવાની મંજૂરી આપવી કે ન આપવી અથવા તો આવનાર વ્યક્તિને શાળામાંથી જવા માટે પણ કહી શકે. જો કોઈ વ્યક્તિ શાળા પરિસર છોડવાનો ઇનકાર કરે, અનધિકૃત ફોટોગ્રાફી-વીડિયોગ્રાફી કરવાનો પ્રયત્ન કરે અથવા શાળાની કામગીરીમાં અવરોધ ઊભો કરે તો આચાર્ય તાત્કાલિક પોલીસ અથવા શિક્ષણ વિભાગના અધિકારીને જાણ કરી લાગુ પડતાં કાયદા હેઠળ કાર્યવાહી કરી શકે છે.

શિક્ષણ વિભાગના પરિપત્ર મુજબ વિદ્યાર્થીઓની પર્સનલ વિગતો પણ જાહેર ન થવાની સૂચના અપાઈ છે. જેમ કે વિદ્યાર્થીઓના ફોટો, વીડિયો અથવા વ્યક્તિગત માહિતીનો એવો સંગ્રહ, પ્રકાશન અથવા પ્રસાર ન થાય, જેના કારણે તેમની ગોપનીયતા, ગૌરવ અથવા સુરક્ષાને અસર પહોંચે એનું ધ્યાન રાખવું. પરિસરમાં પ્રવેશવા માટે પ્રિન્સીપાલની પૂર્વ લેખિત મંજૂરી ફરજિયાત લેવી પડશે. શાળા પરિસરમાં પ્રવેશ કરતાં પહેલાં મુલાકાતી રજિસ્ટરમાં પોતાની વિગતો નોંધવાની રહેશે. મંજૂરી વગર પ્રવેશ કરનાર કે કામગીરીમાં વિધ્ન નાખનારની તાબડતોબ સ્થાનિક પોલીસ અને શિક્ષણ અધિકારીઓને જાણ કરાશે.