
દાહોદ જિલ્લાના રાજકારણમાંથી આ સમયના સૌથી મોટા અને ધડાકેદાર સમાચાર સામે આવી રહ્યા છે. ભાજપ હાઈકમાન્ડે ફરી એકવાર મોટો આંચકો આપવાની સાથે જ ગરબાડા પંથકનું ગૌરવ વધારતો ઐતિહાસિક નિર્ણય લીધો છે. ઝરી બુઝર્ગ બેઠકના લોકપ્રિય અને દબંગ જિલ્લા સભ્ય વિજયસિંહ અમલીયારની દાહોદ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ પદે તાજપોશી કરવામાં આવી છે. આ જાહેરાત થતાં જ સમગ્ર ગરબાડા પંથક સહિત આખા જિલ્લાના ભાજપ કાર્યકરોમાં ભારે ઉત્સાહ અને રોમાંચનો માહોલ વ્યાપી ગયો છે.
રાજકીય પંડિતોને ચોંકાવી દે તેવી વ્યૂહરચના માટે જાણીતી ભારતીય જનતા પાર્ટીએ (BJP) આ વખતે પણ પોતાની ધારદાર અને અણધારી ‘નો રિપીટ’ થિયરી અજમાવી છે. જુના જોગીઓને બાજુ પર મૂકીને પક્ષે ઝરી બુઝર્ગના લોકપ્રિય નેતા વિજયસિંહ અમલીયારના ખભા પર આ મોટી જવાબદારી સોંપીને તેમના પર પ્રચંડ ભરોસો વ્યક્ત કર્યો છે. પક્ષના આ આક્રમક નિર્ણયથી સ્થાનિક સ્તરે સંગઠનમાં એક નવો જ કરંટ દોડી ગયો છે અને વિરોધીઓ ચિત્ત થઈ ગયા છે.
આ ઐતિહાસિક જીત અને વરણીની ખુશીની ઉજવણી કરવા માટે ગરબાડા ખાતે એક અદભુત અને ભવ્ય વિજય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગરબાડાના ઐતિહાસિક હાટબજાર ખાતે ભાજપના હજારો કાર્યકરો, સમર્થકો અને સ્થાનીક નાગરિકો ઉમટી પડ્યા હતા.નવનિયુક્ત ઉપપ્રમુખ વિજયસિંહ અમલીયારને ફૂલોથી લાદી દેવામાં આવ્યા હતા અને ગરબાડાના ખૂણે-ખૂણે તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું.