
મોટાભાગના જિલ્લાઓમાં તાપમાનમાં ૧-૨ ડિગ્રીનો વધારો થયો છે, જેમાં નલિયામાં સૌથી ઓછું ૧૫ ડિગ્રી તાપમાન નોંધાયું છે. આગામી દિવસોમાં ઠંડી વધુ તીવ્ર બનશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે ડિસેમ્બરથી ઠંડી વધુ તીવ્ર બનશે. વધુમાં, ૪ ડિસેમ્બર સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે.
અમદાવાદમાં ૨૦.૪ ડિગ્રી, ગાંધીનગરમાં ૧૯.૬ ડિગ્રી, વડોદરામાં ૧૮.૬ ડિગ્રી, ડીસામાં ૨૦.૮ ડિગ્રી, સુરતમાં ૨૧.૮ ડિગ્રી, દમણમાં ૨૧ ડિગ્રી, ભુજમાં ૧૬.૬ ડિગ્રી, કંડલામાં ૧૮.૫ ડિગ્રી, રાજકોટમાં ૧૮.૬ ડિગ્રી, દીવમાં ૧૯.૬ ડિગ્રી, મહુવામાં ૧૮.૭ ડિગ્રી, કેશોદમાં ૧૮.૮ ડિગ્રી, પોરબંદરમાં ૨૧ ડિગ્રી, સુરેન્દ્રનગરમાં ૨૦.૮ ડિગ્રી, ભાવનગરમાં ૨૦.૬ ડિગ્રી અને વેરાવળમાં ૨૨.૨ ડિગ્રી તાપમાન નોંધાયું છે. ચક્રવાત દિત્વાહને કારણે ૪૭ લાઇટ્સ અને ટ્રેનો રદ કરવામાં આવી છે. આ ચક્રવાતને કારણે એનડીઆરએફ અને એસડીઆરએફને પણ હાઇ એલર્ટ પર મૂકવામાં આવી છે. ચક્રવાત દિત્વાહ શ્રીલંકામાં તબાહી મચાવ્યા બાદ હવે તે તમિલનાડુ પહોંચશે. આ ચક્રવાતની અસરને કારણે ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે.તેમજ તમિલનાડુમાં ભારેથી અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તમિલનાડુના ચાર જિલ્લાઓ માટે રેડ એલર્ટ જારી તો પાંચ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ સાથે જ ચક્રવાત દિત્વાહને કારણે તમિલનાડુમાં વધારાની એનડીઆરએફ ટીમો તૈનાત કરાઈ છે.અને વધુ સુરક્ષા માટે વડોદરાથી એનડીઆરએફની પાંચ ટીમો ચેન્નાઈમાં તૈનાત કરવામાં આવી છે.
છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતના ઘણા વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો થયો છે. આગામી ૨૪ કલાકમાં હવામાન શુષ્ક રહેવાની ધારણા છે.સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત કેટલાક ભાગોમાં રાત્રિના તાપમાનમાં ઘટાડો થયો છે.આગામી ૪૮ કલાકમાં તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રીનો વધારો થઈ શકે છે. ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં બરફવર્ષાથી ઠંડીમાં વધારો થયો છે. હવામાન ઝડપથી બદલાઈ રહ્યું છે, સવારે તીવ્ર ઠંડી, બપોરે હળવો સૂર્યપ્રકાશ અને સાંજે ફરી ઠંડી.ઊંચા વિસ્તારોમાં તાપમાન ૫ ડિગ્રી સેલ્સિયસથી નીચે આવી ગયું છે. તાપમાનમાં ફેરફારને કારણે લોકોમાં શરદી, ખાંસી અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ વધી રહી છે.
ઘણા રાજ્યોમાં તાપમાન ૧૦ ડિગ્રીથી નીચે આવી ગયું છે અને રાજસ્થાન, મયપ્રદેશ, પંજાબમાં ઠંડીની ચેતવણી જારી કરવામાં આવી છે. હરિયાણા, ઉત્તર પ્રદેશમાં ભારે ઠંડીની ચેતવણી જારી કરવામાં આવી છે. રાજસ્થાનમાં લોકો સૌથી વધુ ઠંડીનો અનુભવ કરી રહ્યા છે.મયપ્રદેશના ભોપાલ, રાજગઢ, ઇન્દોરમાં ઠંડી શરૂ થઈ ગઈ છે. મયપ્રદેશના રાજગઢમાં ૭ ડિગ્રી તાપમાન નોંધાયું છે. છત્તીસગઢના સુરગુજા વિસ્તારમાં પણ ઠંડીની ચેતવણી જારી કરવામાં આવી છે અને પેંડરામાં તાપમાન ૯ ડિગ્રી સુધી પહોંચી ગયું છે.