પીએમ અને ગૃહમંત્રી નહેરુ અને કોંગ્રેસના નેતાઓનું અપમાન કરવાની કોઈ તક છોડતા નથી,કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે

“મુસ્લિમ લીગ સાથે ગઠબંધનમાં સરકાર બની ત્યારે દેશભક્તિ ક્યાં હતી,” કોંગ્રેસના નેતા ખડગેએ ભાજપ પર પ્રહાર કર્યા

સંસદના શિયાળુ સત્રમાં આજે ચૂંટણી સુધારાઓ પર ચર્ચા થઈ છે. આ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર નિશાન સાયું. ખડગેએ કહ્યું કે પીએમ મોદી અને ગૃહમંત્રી શાહ (દેશના પ્રથમ વડાપ્રધાન) જવાહરલાલ નેહરુ અને અન્ય કોંગ્રેસ નેતાઓનું અપમાન કરવાની તક ક્યારેય છોડતા નથી.

ખડગેએ કહ્યું, રાષ્ટ્રીય ગીત વંદે માતરમની ૧૫૦મી વર્ષગાંઠના ઐતિહાસિક પ્રસંગે મને ગૃહમાં મારા વિચારો વ્યક્ત કરવાની તક મળી છે. હું ભાગ્યશાળી છું કે હું સાઠ વર્ષથી આ ગીત ગાતો આવ્યો છું, કારણ કે મેં સંસદ સભ્ય તરીકે ૫૫ વર્ષ સંસદમાં ગાયા છે. તેથી, હું પહેલાથી જ વંદે માતરમ ગાવા માટે ટેવાયેલો છું. પરંતુ જેમણે વંદે માતરમ ગાયું ન હતું તેઓ હવે શરૂ કરી દીધા છે. હું તેમનો આભાર માનું છું. આ વંદે માતરમની શક્તિ છે.

તેમણે આગળ કહ્યું, આ રાષ્ટ્રીય ઉજવણીનો વિષય છે, ચર્ચાનો નહીં. પરંતુ સૌ પ્રથમ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ વતી, હું મહાન સંગીતકાર બંકિમ ચેટરજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. હું તે લડવૈયાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું જેમણે વંદે માતરમનો જાપ કરતી વખતે સ્વતંત્રતા ચળવળમાં પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું.

રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતાએ કહ્યું, વંદે માતરમ ગીત ભારતીય જાહેર જીવનમાં પ્રવેશ્યું જ્યારે ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરે ૧૯૮૬ માં કોલકાતામાં કોંગ્રેસના અધિવેશનમાં પહેલી વાર ગાયું હતું. આપણા ગૃહમંત્રીએ આનો ઉલ્લેખ કર્યો. જોકે, તેમણે આની પૃષ્ઠભૂમિ સમજાવી નહીં. તેઓ કોંગ્રેસ પક્ષની ટીકા કરવા અને આપણા નેતાઓનું અપમાન કરવા માટે જે કંઈ કહેવાનું પસંદ કરે છે તે કાપીને પેસ્ટ કરે છે, અને બીજું કંઈ કહેતા નથી. આ તેમની આદત છે. પણ તેઓ શું કરી શકે છે? તેઓ આદતથી મજબૂર છે.રાજ્યસભામાં વંદે માતરમ પર ચર્ચા દરમિયાન, વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, નેહરુજી, મહાત્મા ગાંધી, મૌલાના આઝાદ, નેતાજી સુભાષચંદ્ર, સરદાર પટેલજી અને ગોવિંદ વલ્લભ પંતજી સહિત કોંગ્રેસ કાર્યકારી સમિતિના સભ્યોએ એક ઠરાવ પસાર કર્યો હતો જેમાં ભલામણ કરવામાં આવી હતી કે રાષ્ટ્રીય સભાઓમાં જ્યાં પણ વંદે માતરમ ગવાય છે, ત્યાં ફક્ત પ્રથમ બે શ્લોક જ ગવા જોઈએ… શું નેહરુજી કોંગ્રેસ કાર્યકારી સમિતિમાં એકલા હતા? તમે બધા મહાન નેતાઓનું અપમાન કરી રહ્યા છો જેમણે આ નિર્ણય એક્સાથે લીધો હતો. વડા પ્રધાન અને ગૃહમંત્રી નેહરુજીને કેમ નિશાન બનાવે છે?

તેમણે આગળ કહ્યું, વંદે માતરમને સ્વતંત્રતા ચળવળનું સૂત્ર બનાવવા માટે કોંગ્રેસ પાર્ટી જવાબદાર હતી. કોંગ્રેસે તેના સંમેલનો અને કાર્યક્રમોમાં વંદે માતરમ ગાવાની પ્રથા શરૂ કરી. રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ વળતો પ્રહાર કરતા કહ્યું કે જે લોકોએ ગઈકાલ સુધી વંદે માતરમનો જાપ નહોતો કર્યો તેઓ આજે તેનો જાપ કરી રહ્યા છે. એ જ લોકો ચિંતિત છે. તેમણે રાજ્યસભામાં વંદે માતરમનો પણ ના પાડ્યો.મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે ભાજપ દેશભક્તિની વાત કરી રહી છે. આ એ જ લોકો છે જેમણે મુસ્લિમ લીગ સાથે જોડાણ કરીને સરકાર બનાવી હતી. ત્યારે તેમની દેશભક્તિ ક્યાં ગઈ?

દેશ આથક સંકટ અને બેરોજગારીનો સામનો કરી રહ્યો છે. આવી સ્થિતિમાં, સરકાર યાન હટાવવા માટે આવી વાતો ઉઠાવે છે. ખડગેએ કહ્યું કે શાસક પક્ષે બંગાળની ચૂંટણીને યાનમાં રાખીને વંદે માતરમની ચર્ચા કરી હતી. ખડગેએ કહ્યું કે આ મુદ્દાનો ઉપયોગ વાસ્તવિક મુદ્દા પરથી યાન હટાવવા માટે કરી શકાતો નથી. આજે એક ડોલરની કિંમત ૯૦ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. જનતાના મુદ્દાઓ અને તેમની સમસ્યાઓ પર ચર્ચા થવી જોઈએ. આ એક પ્રકારનો માર્ગ મોકળો કરવાનો છે.

મલ્લિકાર્જુન ખડગેએ પોતાના ભાષણમાં પીએમ મોદી પર પણ નિશાન સાયું. તેમણે કહ્યું કે વડા પ્રધાને ૧૯૩૭માં મૂળ વંદે માતરમમાંથી ચોક્કસ પંક્તિઓ દૂર કરવાનો આરોપ નહેરુ પર લગાવ્યો હતો. હવે તમે આ મુદ્દાઓ ઉઠાવી રહ્યા છો – પરંતુ જ્યારે તમે મુસ્લિમ લીગ સાથે જોડાણ કરીને બંગાળમાં સરકાર બનાવી ત્યારે શું થયું? જ્યારે શ્યામા પ્રસાદ મુખર્જી બંગાળમાં સરકાર બનાવવા માટે દળોમાં જોડાયા ત્યારે તમારી દેશભક્તિ ક્યાં હતી?

ખડગેએ કહ્યું કે દાયકાઓ પછી જ્યારે બાંગ્લાદેશ પાકિસ્તાનની નજીક જઈ રહ્યું છે ત્યારે આ થઈ રહ્યું છે. ચીન અરુણાચલ પ્રદેશને પોતાનો પ્રદેશ ગણાવી રહ્યું છે. શાંઘાઈમાં ચીને એક મહિલાને ૧૮ કલાક સુધી અટકાયતમાં રાખી હતી. છતાં, ચીન વિરુદ્ધ એક પણ શબ્દ બોલાયો નથી.