પાવીજેતપુર તાલુકાના પાવી ગામ પાછળથી પસાર થતી ઓરસંગ નદીમાં સરકારની મહત્વકાંક્ષી નલ સે જલ યોજના હેઠળ નાંખેલી મુખ્ય પાઈપલાઈનમાં મોટુ લીકેજ સર્જાયુ છે.
પાઈપલાઈનમાં ભંગાણ સર્જાતા છેલ્લા કેટલાક સમયથી ૨૪ કલાક લાખો લીટર પીવાનુ પાણી નદીમાં વહી રહ્યુ છે. અને પાણીનો બેફામ વેડફાટ થઇ રહ્યો છે. હાલ એક તરફ ખેડુતો સિંચાઈના પાણી માટે મુશ્કેલીઓ વેઠી રહ્યા છે અને પાણી મેળવવા વલખા મારી રહ્યા છે. ત્યારે બીજી તરફ સરકાર દ્વારા કરોડો પિયાના ખર્ચે લોકો સુધી પાણી પહોંચાડવા શ કરાયેલી નલ સે જલ યોજનાની પાઈપલાઈનમાં આ પ્રકારે પાણી વહી જતાં તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે. પાઈપલાઈનમાં મોટુ લીકેજ સર્જાયા બાદ પણ સંબંધિત વિભાગ દ્વારા હજુ સુધી કોઈ તાત્કાલિક સમારકામ હાથ ધરવામાં આવ્યુ નથી. સ્થાનિકોમાં આ બાબતે ભારે રોષ જોવા મળ્યો છે. ત્યારે તંત્ર દ્વારા વિલંબ કર્યા વિના તાકિદે લીકેજનુ સમારકામ કરી પાણીનો બગાડ અટકાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.