ગોધરા તાલુકાના ગઢચુંદડી નજીક અજાણ્યા વાહનની ટકકરે યુવકનુ મોત

ગોધરા તાલુકાના ગઢચુંદડી ગામ પાસે એક માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં અજાણ્યા વાહનની અડફેટે આવતા આશરે ૩૫ વર્ષિય અજાણ્યા પુ‚ષનુ સારવાર દરમિયાન મોત નીપજયું હતુ. અકસ્માત સર્જી વાહનચાલક સાથે ધટના સ્થળેથી નાસી છુટ્યો હતો.

૧૦ ઓકટો.ના રોજ રાત્રિના સુમારે ગઢચુંદડી ગામે આવેલી મઢુલી હોટલ નજીક રોડ પર આ બનાવ બન્યો હતો. કોઈ અજાણ્યા વાહનચાલકે પોતાનુ વાહન પુરઝડપે હંકારીને રોડ પર જઈ રહેલા આશરે ૩૫ વર્ષિય અજાણ્યા પુ‚ષને ટકકર મારી હતી. આ અકસ્માતમાં યુવકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા બાદ સારવાર દરમિયાન તેનુ મોત નીપજયું હતુ. આ ધટના અંગે ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા પામી હતી.