યાત્રાધામ પાવાગઢ ખાતે માતાજીના દર્શનાર્થે આવતા માંઈભકતો આવતા હોય છે. ત્યારે પગપાળા ડુંગર ચઢતા યાત્રિકોને પીવાનુ ઠંડુ પાણી મળી રહે અને પર્યાવરણની જાળવણી પણ થાય તેવા હેતુથી હાલોલ પ્લાસ્ટિક એસો.દ્વારા ત્રણ સ્થળે પાણીની પરબ અને બે બોટલ ક્રશર મશીન મુકવામાં આવ્યા છે.
પાવાગઢમાં માંઈભકતો માતાજીના દર્શનાર્થે આવતા હોય છે. આસો નવરાત્રિ દરમિયાન યાત્રિકોની ભારે ભીડ રહેતી હોય છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ડુંગર પર પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકવામાં આવતા યાત્રિકોને પીવાના પાણીની પ્લાસ્ટિકની બોટલો મેળવવામાં મુશ્કેલી ઉભી થઈ રહી છે. ગરમી અને ડુંગરની લાંબી ચઢાઈને કારણે યાત્રિકોને પાણીની વધુ જરિયાત રહેતી હોવાથી આ સમસ્યાને ધ્યાનમાં રાખીને હાલોલ પ્લાસ્ટિક એસો.દ્વારા ઠંડા પાણીની પરબ શ કરાઈ છે. જેમાં પાવાગઢ માંચી, દુધિયા તળાવ અને છાસીયા તળાવ એમ ત્રણ સ્થળોએ પાણીના કેમ્પ ઉભા કરાયા છે. આ સ્થળોએથી પસાર થતાં પગપાળા યાત્રિકોને ઠંડુ પાણી પીવા મળી રહે છે. ગરમીમાં લાંબી પદયાત્રા કરીને આવતા શ્રદ્ધાળુઓ ઠંડુ પાણી પી ને રાહત અનુભવે છે. આ વ્યવસ્થાને દરરોજ મોટી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે. જયારે યાત્રિકોની સુવિધાની સાથે પર્યાવરણની જાળવણીને પણ પ્રાધાન્ય આપતા એસો.દ્વારા બે પ્લાસ્ટિક બોટલ ક્રશર મશીન પણ ગોઠવાયા છે. જેમાં યુઝ્ડ પ્લાસ્ટિકની બોટલો નાંખીને ક્રશ કરાય છે. જેથી પ્લાસ્ટિકના કચરાના વ્યવસ્થિત નિકાલમાં મદદ મળે અને સ્વચ્છતાં જાળવી શકાય, હાલોલ પ્લાસ્ટિક એસો.ની આ સેવાકિય પહેલ યાત્રિકો માટે રાહતપ બની છે.