હાલોલના વરસડા ચોકડી પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને અડફેટમાં લેતા ૨૫ વર્ષીય ચાલક યુવકનું મોત

હાલોલ તાલુકાના વરસડા ચોકડી નજીક પેટ્રોલ પંપની સામે અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન પુરઝડપે હંકારી લાવ્યો હતો અને બાઈક નંબર જીજે.૧૭.સીએચ.૪૮૨૫ને ટકકર મારી ૨૫ વર્ષીય ચાલકને અડફેટમાં લઈ ગંભીર ઈજાઓ પહોંચાડતા દવા સારવાર દરમિયાન મોત નિપજાવી ગુનો કર્યાની ફરિયાદ નોંેધાવા પામી છે.

હાલોલ તાલુકાના વરસડા ચોકડી નજીક કૃપા પેટ્રોલી પંપની સામે રોડ ઉપર અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન પુરઝડપે હંકારી લાવ્યો હતો અને બાઈક નંબર જીજે.૧૭.સીએચ.૪૮૨૫ના ચાલક રાજેશભાઈ બલસીંગભાઈ રાઠવા ઉ.વ.૨૫ને અડફેટમાં લઈ માથાના ભાગે ગંભીર ઈજાઓ તેમજ શરીરે ઈજાઓ પહોંચાડતા દવા સારવાર માટે ખસેડતા યુવકનું સારવાર દરમિયાન મોત નિપજાવા પામ્યું હતું. અકસ્માત સર્જનાર વાહન ચાલક નાશી જઈ ગુનો કર્યાની ફરિયાદ હાલોલ ‚રલ પોલીસ મથકે નોંધાવા પામી છે.