ગોધરા તાલુકાના મહુલીયાગામે કંકાપુરી ફળીયામાં હુન્ડાઈ વરના ગાડી નંબર જીજે.૦૧.કેજે.૪૭૪૨માં અજાણ્યા ચાલક કત્તલના ઈરાદે બે બળદને ક્રુરતા પૂર્વક ધાસચારા કે પાણી વગર છોડી નાશી છુટીયો હતો. પોલીસે રૂ.૧,૨૦,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.
ગોધરા તાલુકાના મહુલીયા ગામે કંકાપુરી ફળીયા તરફ તાલુકા પોલીસ પેટ્રોલીંગ હોય દરમિયાન હુન્ડાઈ વરના ગાડી નંબર જીજે.કેજે.૪૭૨૨ માં અજાણ્યો વાહન ચાલક કત્તલના ઈરાદે ધાસ ચારો કે પાણી વ્યવસ્થા વગર ટુંકા દોરડાના બળદ નંગ-૨ કિંમત ૨૦,૦૦૦/-ક્રુરતાપૂર્વક ગાડીમાં ગોંધીને લઈ જતો હોય પોલીસનું વાહન જોઈ વરના ગાડીનો ચાલક વાહન છોડી નાશી છુટીયો હતો. પોલીસે બે બળદ તથા વરના કાર મળી રૂ.૧,૨૦,૦૦૦/-નો મુદ્દામાલ ક્બ્જે લઈ આ બાબતે ગોધરા તાલુકા પોલીસ મથકે પશુ અત્યાચારનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.