
ગુજરાત પોલીસ માટે લાંછનરૂપ બનાવ સામે આવ્યો છે. જેમાં એક પરિણીતાએ ડાકોરના પીએસઆઇ આકાશ ચૌધરી વિરૂધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. આ અંગે કચ્છ જિલ્લાના અંજાર પોલીસ સ્ટેશનમાં પિડીત મહિલાએ આકાશ ચૌધરી સામે ફરિયાદ નોંધાવી છે. પિડીતાની ફરિયાદ મુજબ પીએસઆઇ આકાશ ચૌધરીએ બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું.
તે સિવાય આકાશ ચૌધરીએ પીડિતાને બ્લેકમેઈલ અને ડરાવવા માટે તેના ખાનગી વીડિયો વાયરલ કરવાની ધમકી પણ ઉચ્ચારી હતી. બીજીતરફ ભોગ બનનાર મહિલાએ જ્યારે વિરોધ નોંધાવ્યો ત્યારે પીએસઆઇ આકાશ ચૌધરીએ તેને મારી નાંખવાની ધમકી પણ આપી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.
બીજીતરફ આકાશ ચૌધરી પિડીતાની ગંભીર ફરિયાદને પગલે પોલીસ વિભાગની કાર્યવાહીથી બચવા રજા પર ઉતરી ગયા હતા. દરમિયાન પરિણીતાની ફરિયાદને આધારે અંજાર પોલીસે પીએસઆઇ આકાશ ચૌધરી સામે કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે આ અંગે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.