પંચમહાલની તમામ 7 તાલુકા પંચાયતોમાં ભાજપના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષના નામોની જાહેરાત

પંચમહાલ જિલ્લામાં યોજાયેલી તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ તમામ 7 તાલુકા પંચાયતોમાં સ્પષ્ટ બહુમતી પ્રાપ્ત કર્યા બાદ આજે પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.

જિલ્લાની તમામ તાલુકા પંચાયતો ખાતે ભાજપના આગેવાનો, ચૂંટાયેલા સભ્યો અને કાર્યકરોની ઉપસ્થિતિમાં નવા હોદેદારોએ તાલુકા વિકાસ અધિકારી સમક્ષ પોતાના ઉમેદવારી પત્રો રજૂ કર્યા હતા. સમગ્ર જિલ્લામાં ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

🔸 ગોધરા તાલુકા પંચાયત
પ્રમુખ તરીકે લીલાબેન સંજયભાઈ પટેલ, ઉપપ્રમુખ તરીકે પરસોત્તમભાઈ કોયાભાઈ બારીયા અને કારોબારી અધ્યક્ષ તરીકે ધરતીબેન ગૌરાંગભાઈ પટેલના નામોની જાહેરાત કરવામાં આવી હતી.

🔸 શહેરા તાલુકા પંચાયત
પ્રમુખ તરીકે વિક્રમસિંહ અભેસિંહ પગી, ઉપપ્રમુખ તરીકે હાજાભાઈ ચારણ અને કારોબારી અધ્યક્ષ તરીકે ગજેન્દ્રસિંહ પગીની પસંદગી કરવામાં આવી હતી.

🔸 મોરવા હડફ તાલુકા પંચાયત
પ્રમુખ તરીકે હરદીપસિંહ જાદવ, ઉપપ્રમુખ તરીકે રણજીતસિંહ ચૌહાણ અને કારોબારી અધ્યક્ષ તરીકે વિજયકુમાર પટેલના નામ જાહેર કરાયા હતા.

🔸 ઘોઘંબા તાલુકા પંચાયત
પ્રમુખ તરીકે પારુલબેન રાઠવા, ઉપપ્રમુખ તરીકે કાંતિભાઈ પટેલિયા અને કારોબારી અધ્યક્ષ તરીકે કોકીલાબેન નાયકની પસંદગી કરવામાં આવી હતી.

🔸 જાંબુઘોડા તાલુકા પંચાયત
પ્રમુખ તરીકે રેશ્માબેન બારીયા, ઉપપ્રમુખ તરીકે સંજયકુમાર નાયકા અને કારોબારી અધ્યક્ષ તરીકે છત્રસિંહ બારીયાના નામોની જાહેરાત કરવામાં આવી હતી.

🔸 કાલોલ તાલુકા પંચાયત
પ્રમુખ તરીકે જયપાલ રાઠોડ, ઉપપ્રમુખ તરીકે સંજય રાઠોડ અને કારોબારી અધ્યક્ષ તરીકે યજુવેન્દ્ર રાઠોડની વરણી કરવામાં આવી હતી.

🔸 હાલોલ તાલુકા પંચાયત
પ્રમુખ તરીકે નીરૂબેન પ્રતાપભાઈ બારીયા, ઉપપ્રમુખ તરીકે પ્રવિણસિંહ પરમાર અને કારોબારી અધ્યક્ષ તરીકે ગોપાલસિંહ ગુલાબસિંહ બારીયાના નામોની જાહેરાત કરવામાં આવી હતી.

જાહેરાત બાદ તમામ તાલુકા પંચાયતો ખાતે નવા હોદેદારોએ પોતાના ઉમેદવારી પત્રો તાલુકા વિકાસ અધિકારીને સોંપ્યા હતા. જિલ્લા ભાજપ સંગઠન દ્વારા તમામ નવા હોદેદારોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.