નસવાડીના રાયપુર સહિત પાંચ ગામોના ખેડુતો સિંચાઈના પાણીની વંચિત

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના રાયપુર સહિત આસપાસના પાંચ ગામોના ખેડુતો સિંચાઈના પાણી માટે હાલાકી ભોગવી રહ્યા છે. ખેડુતોને મેણ નદીમાંથી સિંચાઈનુ પાણી મળી રહે અને વરસાદ ખેંચાય ત્યારે ઉભા પાકને બચાવી શકાય તે હેતુથી સરકાર દ્વારા ઉદ્વવહન સિંચાઈ યોજના પાછળ કરોડો ‚પિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જોકે આટલો મોટો ખર્ચ કર્યા બાદ પણ યોજનાનો પુરતો લાભ ખેડુતોને મળી રહ્યો ન હોવાના આક્ષેપો ઉઠ્યા છે.

રાયપુર અને આસપાસના ગામો નર્મદા કેનાલના ઉપરવાસ વિસ્તારમાં આવેલા હોવાથી અહિંના ખેડુતો માટે સિંચાઈના પાણીની વૈકલ્પિક અને પુરતી વ્યવસ્થા ઉપલબ્ધ નથી. પરિણામે ખેતીનો મોટો આધાર વરસાદ પર જ રહે છે. ચોમાસા દરમિયાન વરસાદ સમયસર અને પુરતો થાય તો ખેડુતોને રાહત રહે છે. પરંતુ વરસાદ ખેંચાય ત્યારે ખેતરોમાં ઉભા પાકને પાણી આપવુ ખેડુતો માટે મોટો પડકાર બની જાય છે. ખેડુતોને આ સમસ્યાથી કાયમી રાહત મળે અને મેણ નદીના પાણીના સિંચાઈ માટે ઉપયોગ થઈ શકે તે માટે ઉદ્વવહન સિંચાઈ યોજના બનાવી હતી. યોજના પાછળ સરકારી તિજોરીમાંથી કરોડો ‚પિયાનો ખર્ચ થયો હોવા છતાં હાલ ખેડુતોના ખેતરો સુધી અપેક્ષિત પ્રમાણમાં સિંચાઈનુ પાણી પહોંચી રહ્યુ નથી. જેના કારણે ખેડુતોમાં યોજના સામે અસંતોષ જોવા મળી રહ્યો છે.