મહીસાગરમાં વનરક્ષક-વનપાલ કર્મચારીઓએ ૫ માંગણીઓ માટે આંદોલનનું એલાન કર્યું

નાયબ વન સંરક્ષકને આવેદનપત્ર આપી પડતર માંગણીઓ રજૂ કરી.

મહીસાગરમાં વનરક્ષક અને વનપાલ કર્મચારીઓએ પાંચ પડતર માંગણીઓ માટે આંદોલનનું એલાન કર્યું છે. આજે તેમણે નાયબ વન સંરક્ષકને આવેદનપત્ર આપ્યું. વનરક્ષકોના સેવા, આર્થિક, વહીવટી અને સુરક્ષા સંબંધિત પ્રશ્નો લાંબા સમયથી ઉકેલાયા નથી.

તેમની મુખ્ય પાંચ માંગણીઓ છે: સુરક્ષા ભથ્થું; રજાના દિવસે ફરજનું પૂ‚ં વળતર (બેઝિક-ડીએ ધોરણે); વનરક્ષક પગાર વિસંગતતા દૂર કરવા સમિતિ; વનપાલ ભરતી બંધ કરી નવી જગ્યાઓ ઉભી કરવી; અને બદલીના પડતર પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ.

કર્મચારી મંડળે તબક્કાવાર આંદોલન કાર્યક્રમ જાહેર કર્યો છે: કાળી પટ્ટી ધારણ કરવી, પેન ડાઉન, સરકારી વોટ્સએપ ગ્રુપમાંથી બહાર નીકળી ઓનલાઇન કામગીરી (રેસ્ક્યુ સિવાય) બંધ કરવી, માસ સી.એલ. અને અનિશ્ચિતકાળની હડતાળ. આવેદનપત્રની નકલ ઉચ્ચ વન અધિકારીઓને મોકલાઈ છે.