
ગુજરાત ભાડા અધિનિયમ, ૨૦૨૬ના વિરોધમાં વકીલ મંડળો દ્વારા અચોક્કસ મુદતની હડતાલ પાડવામાં આવી છે. ધ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના આદેશ અનુસાર આ હડતાલનું પાલન કરવામાં આવી રહ્યું છે. મહીસાગર જીલ્લા બાર એસોસિએશને પણ આ હડતાલને ટેકો આપ્યો છે.
વકીલ મંડળોનો મુખ્ય વાંધો કાયદાના અધિકારક્ષેત્ર બદલવા સામે છે. પહેલા રેન્ટ એક્ટ કોર્ટ હેઠળ આવતી હતી, પરંતુ હવે તેને રેવન્યુ ડિપાર્ટમેન્ટને સોંપવામાં આવ્યું છે. વકીલોને આશંકા છે કે આનાથી ભ્રષ્ટાચાર વધશે.
તેમનું કહેવું છે કે, આ કાયદાથી નાગરિકો અને વકીલો બંનેને નુકસાન થશે. જ્યાં સુધી આ કાયદો પાછો ખેંચવામાં નહીં આવે ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે. મહીસાગર જીલ્લા બાર એસોસિએશનના પ્રમુખ જે. જે. મકવાણા સહિત ઘણા વકીલો વિરોધ પ્રદર્શનમાં હાજર રહ્યા હતા.