ગુજરાત ભાડા વિધેયક ૨૦૨૫ના વિરોધમાં બોડેલી બાર એસોસિએશનની અચોક્કસ મુદતની હડતાળ

બોડેલી બાર એસોસિએશને ગુજરાત ભાડા વિધેયક ૨૦૨૫ના વિરોધમાં અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરી છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના આદેશ બાદ ૫ ઓક્ટોબર ૨૦૨૬થી વકીલો કોર્ટના કામકાજથી દૂર રહેશે.

બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા ગુજરાત સરકારના ભાડા વિધેયક બિલ-૨૦૨૫માં સુધારો કરવા, બિલ મોકૂફ રાખવા કે રદ કરવાની માંગ કરવામાં આવી છે. જ્યાં સુધી યોગ્ય પગલાં લેવામાં ન આવે ત્યાં સુધી વકીલો કામકાજથી અળગા રહેશે.

બોડેલી બાર એસોસિએશને કોર્ટને વિનંતી કરી છે કે વકીલોની ગેરહાજરીમાં કોઈપણ કામ અટકાવી ન ચલાવવામાં આવે. પક્ષકારોના કેસને નુકસાન ન થાય તે માટે કામ સ્ટે રાખવા પણ અપીલ કરાઈ છે.