ગોધરા પોલીસ હેડક્વાર્ટરમાં નવરાત્રી મહોત્સવ યોજાશે : પોલીસ પ્રશાસન દ્વારા આયોજન, તૈયારીઓની સમીક્ષા માટે બેઠક મળી, ખેલૈયાઓ માટે પ્રવેશ મફત

ગોધરા પોલીસ હેડક્વાર્ટર ખાતે પંચમહાલ જીલ્લા પોલીસ પ્રશાસન દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું છે. આ માટે પોલીસ તાલીમશાળામાં નવરાત્રી મહોત્સવ સમિતિની પ્રાથમિક બેઠક યોજાઈ હતી.

બેઠકમાં ગોધરા શહેરના યુવાનો, યુવતીઓ અને વિવિધ સામાજીક સંસ્થાઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. “આપણું ગોધરા, આપણા ગરબા, આપણું ગ્રુપ થીમ સાથે આ મહોત્સવમાં ખેલૈયાઓ સુરક્ષિત અને સંસ્કારી વાતાવરણમાં ગરબે ઘૂમી શકશે.

મહોત્સવમાં ગોધરાના જાણીતા જી સૂર કલાવૃંદ અને ગોપાલ પટેલની ટીમ સંગીત રજૂ કરશે. પંચમહાલ પોલીસ પરિવાર દ્વારા દર વર્ષે યોજાતા આ ગરબા મહોત્સવમાં કોઈ પાસની જ‚ર નથી અને ખેલૈયાઓ માટે પ્રવેશ મફત છે.

અહીં સ્થાનિક કલાકારો જ ગરબા વગાડે છે. પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પણ ખેલૈયાઓ સાથે ગરબે ઘૂમતા જોવા મળે છે. આયોજકોએ પંચમહાલ, દાહોદ અને મહીસાગર જીલ્લાના ખેલૈયાઓને ગરબા માણવા આમંત્રણ આપ્યું છે.