મહીસાગર જીલ્લામાં વીરપુર તાલુકાના વિકાસ કાર્યોને વેગ આપતાં, રામપુરા એપ્રોચ રોડ પરના રિસરફેસિંગની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. આ મહત્વપૂર્ણ કાર્ય પંચાયત (માર્ગ અને મકાન) વિભાગ, મહીસાગર દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરી પૂર્ણ થવાથી સ્થાનિકો અને મુસાફરોને વરસાદ અને ઘસરના કારણે બિસ્માર થયેલ રસ્તાઓથી રાહત મળી છે. માર્ગની ગુણવત્તામાં સુધારો થતાં ટ્રાફિકની અવરજવર વધુ સરળ અને સુરક્ષિત બનશે.
આ એપ્રોચ રોડનું રિસરફેસિંગ સમયસર પૂર્ણ થવાથી પંચાયત વિભાગની વિકાસ કાર્યો પ્રત્યેની પ્રતિબદ્ધતા સ્પષ્ટ થાય છે. નવા રિસરફેસિંગને કારણે માર્ગની સપાટી વધુ ટકાઉ બની છે, જે આગામી ચોમાસાની ઋતુમાં પણ રોડને થતા નુકસાન સામે રક્ષણ આપશે. આ કામગીરી થકી સ્થાનિક અર્થતંત્ર અને ખેતીવાડીના ઉત્પાદનોને બજાર સુધી પહોંચાડવામાં પણ સરળતા ઊભી થશે, જે વીરપુર તાલુકાના સર્વગ્રાહી વિકાસ માટે એક સકારાત્મક પગલું છે.