લુણાવાડાની પ્રા.શાળામાં વિદ્યાર્થીને ડ્રીલ મશીનથી સજા કરવાનો આક્ષેપ

લુણાવાડાની એક સરકારી પ્રા.શાળામાં અભ્યાસ કરતો એક વિદ્યાર્થી ગૃહકાર્ય પુ‚ કરી શકયો ન હતો. જેથી શિક્ષકે ડ્રીલ મશીનનો ઉપયોગ કરીને તેના કમરના ભાગે કાણું પાડવાનો પ્રયાસ કર્યો હોવાના આક્ષેપો ઉઠ્યા છે. આ બાબતે સમગ્ર શિક્ષણ આલમમાં ખળભળાટ મચી ગયો છે. ટીપીઓએ તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશેનુ જણાવ્યુ હતુ.

લુણાવાડાની બ્રાન્ચ-૫ પ્રા.શાળાના ધો.-૫માં ભણતો વિદ્યાર્થી શાળામાં ગૃહકાર્ય(લેસન)પુ‚ લાવી શકયો ન હતો. આ સામાન્ય બાબતથી ઉશ્કેરાયેલા શિક્ષક રિયાઝ દાવલ દ્વારા અતિ ક્રુરતા દાખવવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ ઉઠ્યો છે. જેમાં બાળકે મીડિયા સમક્ષ પોતાની આપવિતી જણાવતા દાવો કર્યો છે કે, શિક્ષકે ડ્રીલ મશીનનજો ઉપયોગ કરીને તેમના કમ્મરના ભાગે કાણું પાડવાનો પ્રયાસ કર્યો હતો. અને તેને ધાતકી સજા આપી હોવાનો આક્ષેપ કર્યો છે. આ ગંભીર ધટનાને કારણે બાળકના વાલી દ્વારા પોતાના સંતાન સાથે થયેલા અમાનવીય કૃત્ય બદલ શિક્ષક સામે તપાસ કરી કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. જોકે વિદ્યાર્થીને ચોકકસ કયા સાધનથી ઈજાઓ પહોંચી છે તે હાલ તપાસનો વિષય છે. પરંતુ આ મામલાને સમગ્ર શિક્ષણ વિભાગમાં ચર્ચા જગાવી છે.