લુણાવાડા કોર્ટે વૃદ્ધ મહિલા પર દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કારાવાસની સજા ફટકારી

ખાનપુર તાલુકામાં બે વર્ષ અગાઉ એક વિધવા વૃદ્ધ મહિલા પર જયંતિભાઈ ઉર્ફે કાણિયા પરમારભાઈ બામણીયાએ દુષ્કર્મ ગુજારતા ધટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

ગુનાહિત માનસીકતા ધરાવતા આ નરાધમ સામે કડકમાં કડક પગલા લેવાની માંગ સાથે ગામ જે તે સમયે હિલોળે ચઢ્યુ હતુ. ગ્રામજનોએ ભેગા મળીને સ્થાનિક પોલીસ મથકનો ધેરાવ પણ કર્યો હતો. કેસની ગંભીરતાને ધ્યાને લઈને તત્કાલિન પો.સ.ઈ.સી.કે.સીસોદિયા અને તેમની ટીમે પીડિતાને ન્યાય અપાવવા કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ધટના સ્થળેથી તમામ વેૈજ્ઞાનિક, ટેક્નિકલ અને પરિસ્થિજિન્ય તમામ પુરાવાઓ એકત્રિત કરી કોઈપણ ક્ષતિ વિના લુણાવાડા કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. કોર્ટે પોલીસે રજુ કરેલ સચોટ અને પુરાવાઓને તથા સરકારી વકીલ સર્જન ડામોરની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી આરોપી જયંતિભાઈ ઉર્ફે કાણિયા પરમાભાઈ બામણિયાને કોર્ટે દોષિત ઠેરવ્યો હતો. અને આરોપીને આજીવન કારાવાસ અને ‚.૨૦ હજારનો દંડ ફટકાર્યો છે. જો દંડ ન ભરે તો વધુ કેદની સજાનો હુકમ કર્યો હતો. પીડિતાને વળતર પેટે ‚.૫૦ હજાર ચુકવવાનો જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ લુણાવાડાને આદેશ કર્યો છે.