સંત કૃપા ભવન, પડાવ ખાતે ‘સેવા સેતુ’ કાર્યક્રમ યોજાયો

197 લાભાર્થીઓની OPD તપાસ, 111 આયુષ્માન કાર્ડ અને 142 લાભાર્થીઓનું ટીબી સ્ક્રીનિંગ

દાહોદ શહેરના સંત કૃપા ભવન, પડાવ ખાતે ‘સેવા સેતુ’ કાર્યક્રમ અંતર્ગત નાગરિકોને વિવિધ સરકારી યોજનાઓ અને આરોગ્યલક્ષી સેવાઓનો લાભ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં નાગરિકોએ ઉપસ્થિત રહી વિવિધ સેવાઓનો લાભ લીધો હતો.

 કેમ્પ દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા 197 લાભાર્થીઓની OPD તપાસ કરવામાં આવી હતી. ઉપરાંત 162 લાભાર્થીઓનું બ્લડ પ્રેશર તથા બ્લડ સુગર ચેકિંગ કરવામાં આવ્યું હતું. 111 લાભાર્થીઓના આયુષ્માન કાર્ડ બનાવવામાં આવ્યા હતા. તેમજ નમો શ્રી અને પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના (PMMVY) હેઠળ 03 લાભાર્થીઓને સેવાઓનો લાભ આપવામાં આવ્યો હતો.

આ ઉપરાંત ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પોર્ટેબલ એક્સ-રે મશીન દ્વારા 142 લાભાર્થીઓનું ટીબી સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. ટીબીના વહેલા નિદાન, સમયસર સારવાર અને રોગથી બચવા માટેની સાવચેતી અંગે નાગરિકોને જરૂરી આરોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

 કાર્યક્રમમાં દાહોદના ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરી, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી સ્નેહલ ધરિયા દાહોદ નગરપાલિકા પ્રમુખ, નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી સહિત અન્ય પદાધિકારીશ્રીઓ – અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત અર્બન-1ના મેડિકલ ઓફિસરશ્રી સહિત સમગ્ર આરોગ્ય સ્ટાફે ઉપસ્થિત રહી આરોગ્ય સેવાઓ પૂરી પાડી હતી.

‘સેવા સેતુ’ કાર્યક્રમના માધ્યમથી નાગરિકોને આરોગ્ય તપાસ, આયુષ્માન કાર્ડ, મહિલા અને બાળલક્ષી યોજનાઓ તેમજ ટીબી સ્ક્રીનિંગ જેવી વિવિધ સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.