છાપરવડ EMRS ખાતે બેઝિક આપત્તિ વ્યવસ્થાપન અંતર્ગત જનરક્ષક (112) તાલીમ કાર્યક્રમ યોજાયો

દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકામાં આવેલ EMRS, છાપરવડ સ્કૂલ ખાતે દાહોદ જિલ્લા ઈમરજન્સી ઓપરેશન સેન્ટર,કલેક્ટર કચેરી દાહોદ દ્વારા શાળાના વિદ્યાર્થીઓ માટે બેઝિક આપત્તિ વ્યવસ્થાપન અંગેની તાલીમ અંતર્ગત ‘જનરક્ષક (112) સુવિધા અંગેની તાલીમનો કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને આપત્તિ કે કટોકટીના સમયે તાત્કાલિક અને યોગ્ય પ્રતિસાદ મેળવવા બાબતે જાગૃત કરવાનો હતો. તાલીમ દરમિયાન વિદ્યાર્થીઓને આપાતકાલીન સેવા, પ્રાથમિક સારવાર, આગથી બચાવ જેવા અકસ્માત સમયે મદદ માટે ૧૧૨ ઈમરજન્સી નંબરની કામગીરી અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કોઈપણ કટોકટીની પરિસ્થિતિમાં ૧૧૨ નંબરનો ઉપયોગ કેવી રીતે કરવો તેની જ‚રી માહિતી ઈમરજન્સી સેવા સુધી કેવી રીતે પહોંચાડવી તે અંગે પ્રાયોગિક સમજ આપવામાં આવી હતી. તાલીમ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

નિષ્ણાતો દ્વારા આપત્તિ સમયે ગભરાયા વિના સલામત રીતે પરિસ્થિતિનો સામનો કરવા તેમજ જ‚રિયાતમંદ વ્યક્તિને સમયસર મદદ પહોંચાડવાના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

૧૧૨ છે, તો આશા છે દરેક માટે,દરેક સમયે!ના સંદેશ સાથે યોજાયેલા આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં આપત્તિ વ્યવસ્થાપન અને ઈમરજન્સી સેવાઓ અંગે જાગૃતિ સાથેની માહિતી પૂરી પાડેલ હતી.

આ તાલીમમાં શાળાના કુલ.૩૫૨ વિદ્યાર્થીઓ તથા ૨૦ સ્ટાફના સભ્યોએ ભાગ લીધો હતો. જીલ્લા પ્રોજેક્ટ ઓફિસર જયેશકુમાર લુહાર, નાયબ મામલતદાર (ડિઝાસ્ટર) કે.કે. તડવી તથા નાયબ મામલતદાર (પૂર), સીંગવડનાં એચ. બી. હઠીલા દ્વારા આપત્તિ વ્યવસ્થાપન અંગેની મહત્વપૂર્ણ માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.