ગોધરા સેન્ટ આર્નોલ્ડ સ્કૂલમાં જીલ્લા વહીવટી તંત્ર અને જીલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ‘સેવાના રંગ, રાષ્ટ્રના સંગ’ થીમ પર જીલ્લા કક્ષાની રંગોળી અને કોલાજ સ્પર્ધા યોજાઈ

ગોધરા સ્થિત સેન્ટ આર્નોલ્ડ સ્કૂલ ખાતે જીલ્લા વહીવટી તંત્ર અને જીલ્લા શિક્ષણાધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે ’સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત એક વિશિષ્ટ જીલ્લા કક્ષાની સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સેવાના રંગ, રાષ્ટ્રના સંગ થીમ આધારિત આયોજીત આ કાર્યક્રમમાં રંગોળી અને કોલાજ વર્ક સ્પર્ધાના મધ્યમથી વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ અને સેવાભાવનાનો સંદેશ પ્રસરાવવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો.

પંચમહાલ જીલ્લા વહીવટી તંત્ર અને જીલ્લા શિક્ષણાધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ગોધરા સ્થિત સેન્ટ આર્નોલ્ડ સ્કૂલ ખાતે એક વિશિષ્ટ જીલ્લા કક્ષાની સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સેવાના રંગ, રાષ્ટ્રના સંગ થીમ આધારિત આયોજીત આ કાર્યક્રમમાં રંગોળી અને કોલાજ વર્ક સ્પર્ધાના મધ્યમથી વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ, સામાજીક ઉત્તરદાયિત્વ અને સેવાભાવનાનો સંદેશ પ્રસરાવવાનો સુંદર અને સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો.આ સ્પર્ધામાં પંચમહાલ જીલ્લાના વિવિધ તાલુકાઓમાંથી સરકારી, અનુદાનિત અને ખાનગી મળીને અંદાજે ૨૦૦ જેટલી શાળાઓના વિદ્યાર્થીઓ એ ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે ભાગ લીધો હતો. સવારથી જ સેન્ટ આર્નોલ્ડ સ્કૂલનું પ્રાંગણ વિદ્યાર્થીઓની ચહલપહલ અને સર્જનાત્મક ઉર્જાથી જીવંત બની ઉઠ્યું હતું. વિદ્યાર્થીઓએ પોતાની સુષુપ્ત કલાશક્તિને પ્લેટફોર્મ પૂ‚ં પાડતા આ આયોજનને વહીવટી તંત્ર દ્વારા વધાવી લેવામાં આવ્યું હતું.સ્પર્ધા દરમિયાન શાળાઓના વિદ્યાર્થીઓએ પોતાની સર્જનાત્મક શક્તિ અને કલાત્મક સૂઝબૂઝનો શ્રેષ્ઠ પરિચય આપ્યો હતો. રાષ્ટ્ર નિર્માણ, સામાજીક સેવા, સ્વચ્છતા અભિયાન, પર્યાવરણ જતન અને દેશભક્તિ જેવા ગહન વિષયોને વિદ્યાર્થીઓએ આકર્ષક રંગોળી અને વિવિધ કાગળ-ચિત્રોના ઉપયોગથી તૈયાર કરેલા કોલાજ વર્ક દ્વારા આબેહૂબ કંડાર્યા હતા. વિદ્યાર્થીઓની કલ્પનાશીલતા અને વિષયની ઊંડાણપૂર્વકની રજૂઆતે ઉપસ્થિત તમામ મહાનુભાવો અને નિર્ણાયકોને મંત્રમુગ્ધ કર્યા હતા.કાર્યક્રમના સમાપન તબક્કે પ્રદર્શનમાં મુકાયેલી વિવિધ રંગોળી અને કોલાજ કૃતિઓનું તટસ્થ મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.આ સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને સાંસદ , ધારાસભ્ય ,જીલ્લા ભાજપ પ્રમુખ અને જીલ્લા વહીવટી તંત્ર તથા શિક્ષણ વિભાગના અધિકારીઓના વરદ હસ્તે પ્રમાણપત્ર અને પ્રોત્સાહક ઇનામો આપીને બિરદાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પણ તેમની ભાગીદારી બદલ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત અધિકારીઓએ વિદ્યાર્થીઓના કલાત્મક કૌશલ્ય અને રાષ્ટ્રસેવાની ભાવનાની મુક્ત મને પ્રશંસા કરી હતી. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, અભ્યાસની સાથે સાથે આવી ઇતર પ્રવૃત્તિઓથી વિદ્યાર્થીઓમાં કલાત્મકતા વધવાની સાથે રાષ્ટ્ર પ્રત્યેની ફરજોનો વિકાસ થાય છે. આવા આયોજનોથી વિદ્યાર્થીઓમાં સેવા અને દેશભક્તિના સંસ્કાર આવતીકાલે દેશના જવાબદાર અને ઉત્તમોત્તમ નાગરિકોનું નિર્માણ કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.આ પ્રસંગે જીલ્લા શિક્ષણ વિભાગના અધિકારીઓ, શાળાના આચાર્ય, શિક્ષકો, માર્ગદર્શક મંડળ તેમજ મોટી સંખ્યામાં શાળાઓના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.