બોડેલી શહેરના મુખ્ય બજાર વિસ્તારમાં આવેલી એક હાર્ડવેરની દુકાન ખાતે જી.એસ.ટી.વિભાગની ટીમ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરાતા વેપારી આલમમાં ચર્ચા જોવા મળી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર જી.એસ.ટી.વિભાગના અધિકારીઓની ટીમ હાર્ડવેરની દુકાન પર પહોંચી હતી અને દુકાનના વ્યવહારો સંબધિત દસ્તાવેજો, હિસાબી ચોપડા તથા જી.એસ.ટી.સંબંધિત રેકોર્ડની તપાસ હાથ ધરી હતી. સર્વે દરમિયાન ખરીદ-વેચાણના વ્યવહારો અને જી.એસ.ટી.રિટર્ન સહિતના દસ્તાવેજોની ચકાસણી કરાઈ હોવાની માહિતી છે. સર્વેની કામગીરી બપોરના સમયે ચાલુ થઈ હતી અને મોડીરાત સુધી ચાલી હતી. જી.એસ.ટી.વિભાગ દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહી બાદ બોડેલીના વેપારીઓમાં ચર્ચાનો વિષય જોવા મળ્યો હતો.