દાહોદ જીલ્લામાં તાલુકા તથા જીલ્લા સ્વાગત કાર્યક્રમોનું આયોજન

ઓક્ટોબર માસનો તાલુકા સ્વાગત તેમજ જીલ્લા સ્વાગત તારીખ ૨૧ ઓક્ટોબર ૨૦૨૬ ના રોજ યોજાશે.

દાહોદ જીલ્લામાં નાગરિકોની રજૂઆતો અને પ્રશ્નોના ઝડપી તથા અસરકારક નિરાકરણ માટે રાજ્ય સરકાર દ્વારા યોજાતા સ્વાગત કાર્યક્રમ અંતર્ગત આગામી દિવસોમાં તાલુકા તથા જીલ્લા સ્વાગત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

તાલુકા સ્વાગત કાર્યક્રમો હેઠળ નાગરિકો પોતાના વ્યક્તિગત તેમજ જાહેર પ્રશ્નોની લેખિત અરજી તારીખ ૧૦ ઓક્ટોબર સુધીમાં રજૂ કરી શકશે. અરજદારોએ પોતાની અરજી સાથે આધારરૂપ જરૂરી દસ્તાવેજો રજૂ કરવાના રહેશે. તાલુકા કક્ષાના પ્રશ્નોની અરજીઓ સંબંધિત મામલતદાર કચેરી ખાતે સ્વીકારવામાં આવશે.

આ ઉપરાંત જિલ્લા સ્વાગત કાર્યક્રમ માટે પણ નાગરિકો પોતાના પ્રશ્નોની અરજી રજૂ કરી શકશે. જિલ્લા કક્ષાના પ્રશ્નો માટે અરજદારોએ નિર્ધારિત સમયમર્યાદામાં અરજી કરવાની રહેશે. નાગરિકો સ્વાગત કાર્યક્રમ માટેની અરજી ઓનલાઈન પોર્ટલ મારફતે પણ કરી શકશે. તાલુકા સ્વાગતમાટે: https://swagat.gujarat.gov.in/Citizen_Entry.aspx?frm=ws તથા જિલ્લા સ્વાગત માટે સ્વાગત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકાશે.

ઓક્ટોબર માસનો તાલુકા સ્વાગત તેમજ જીલ્લા સ્વાગત તારીખ ૨૧ ઓક્ટોબર ૨૦૨૬ ના રોજ યોજાશે. દાહોદ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને પોતાના પ્રશ્નોના નિરાકરણ માટે આ સ્વાગત કાર્યક્રમનો મહત્તમ લાભ લેવા અને નિયત સમયમર્યાદામાં જરૂરી વિગતો સાથે અરજી કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.