નસવાડી તાલુકાના બરોલી ગામે ધો.-૧ થી ૮ ની પ્રા.શાળામાં ફરજ બજાવતા એક શિક્ષક આશિષભાઈ મહેન્દ્રભાઈ પટેલ છેલ્લા ૮ વર્ષથી સતત ગેરહાજર હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. શિક્ષક લાંબા સમયથી શાળામાં ફરજ પર હાજર ન હોવા છતાં તેમનુ નામ આજે પણ શાળાના રજીસ્ટરમાં ચાલી રહ્યુ છે.
શિક્ષક આશિષભાઈ મહેન્દ્રભાઈ પટેલ છેલ્લા ૮ વર્ષથી શાળામાં હાજર ન હોવા અંગે ઉચ્ચ કાએ રજુઆત કરાઈ છે. તાલુકા કક્ષાએથી છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ અધિકારીને રિપોર્ટ મોકલ્યો છે. તેમજ સંબંધિત શિક્ષકને નોટિસ પાઠવી હોવા છતાં આજ સુધી તેઓ શાળામાં ફરજ પર હાજર થયા નથી. શાળાના આચાર્યને પુછતા તેમણે જણાવ્યુ હતુ કે, તેઓ ઈન્ચાર્જ પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવી રહ્યા છે. અને મુખ્ય શિક્ષક રજા પર છે. શાળામાં ફરજ બજાવતા શિક્ષક લાંબા સમયથી ગેરહાજર હોવાની બાબત ઉચ્ચ કક્ષાએ રજુ કરી હોવાનુ જણાવ્યુ હતુ. છોટાઉદેપુર જિલ્લામાં આવા કેટલા શિક્ષકો વર્ષોથી શાળામાં હાજર થતાં નથી. તેની પણ તપાસ થવી જોઈએ તેવી માંગ ઉઠી છે.