ગોધરાથી નાગદા સુધી ૨૨૭ કિ.મી.નો ટ્રેક કચવથી સજ્જ : દિલ્હી-મુંબઈના ટ્રેક પર અકસ્માત પહેલા ઓટોમેટિક બ્રેક વાગશે

ભારતીય રેલ્વે દ્વારા દિલ્હીથી રતલામ થઈને મુંબઈ સુધીના હાઈસ્પીડ કોરિડોર પર સુરક્ષા અપગ્રેડેશનનુ મોટુ કામ લગભગ પુર્ણ થઈ ગયુ છે. દિલ્હી-મુંબઈ રૂટના કુલ લગભગ ૧,૩૮૭ કિ.મી.માંથી ૧,૩૨૭ કિ.મી.ટ્રેક પર કવચ સિસ્ટમ ઈન્સ્ટોલ થઈ ગઈ છે. કવચ એક ઓટોમેટિક ટ્રેન પ્રોટેકશન સિસ્ટમ છે. એક જ ટ્રેક પર સામેથી બે ટ્રેન આવી જાય અથવા રેડ સિગ્નલ ક્રોસ થવાની સ્થિતિ સર્જાય ત્યારે આ સિસ્ટમ ડ્રાઈવરને એલર્ટ કરે છે.અને જરૂર પડે તો ટ્રેનમાં આપ મેળે બ્રેક લગાવી દે છે. આ રૂટમાં રતલામ મંડળનો આખો સેકશન એટલે કે, ગોધરા-દાહોદ-નાગદા વચ્ચેનો ૨૨૭ કિ.મી.નો ટ્રેક પણ સામેલ છે. હવે દિલ્હી-મુંબઈ રૂટમાં માત્ર ૬૦ કિ.મી.જેટલો ભાગ જ કવચ સિસ્ટમથી જોડવાનો બાકી રહ્યો છે.