જૂનાગઢમાં સિંહ-દીપડા બાદ હવે મગરનો ભય, નદીમાં પગ ધોતા આધેડ પર હુમલો

જૂનાગઢ જિલ્લાના માળિયા તાલુકાના જંગર ગીર ગામમાં મહાદેવ મંદિર નજીક નદીમાં પગ ધોઈ રહેલા આધેડ પર મગરે હુમલો કર્યાની ઘટના સામે આવી છે. નદીમાંથી અચાનક બહાર આવેલા મગરે આધેડના પગના ભાગે બચકું ભરતાં તેઓ ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાને પગલે સ્થાનિકોમાં પણ ચિંતા ફેલાઈ છે.

મળતી માહિતી મુજબ જંગર ગીર ગામના લક્ષ્મણ વાઘેલા મહાદેવ મંદિર નજીક નદી વિસ્તારમાં ગયા હતા. તેઓ નદીમાં પગ ધોઈ રહ્યા હતા ત્યારે અચાનક પાણીમાંથી મગર બહાર આવ્યો હતો અને તેમના પગના ભાગે હુમલો કર્યો હતો.અચાનક બનેલી ઘટનાથી તેઓ ગભરાઈ ગયા હતા. આસપાસના લોકોની મદદથી તેમને બહાર કાઢવામાં આવ્યા હતા અને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

મગરના હુમલામાં ઈજાગ્રસ્તને પ્રથમ સારવાર માટે માળિયા હોÂસ્પટલ લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ ઈજાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તેમને વધુ સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ હોસ્પિટલ તેમની સારવાર ચાલી રહી છે.

આ દુર્ઘટના અંગે ઈજાગ્રસ્ત આધેડના સગા કિશોર વાઘેલાએ જણાવ્યું હતું કે ઈજાગ્રસ્ત આધેડ તેમના ભત્રીજા થાય છે. તે મહાદેવના મંદિરે દર્શન કરવા માટે ગયો હતો, ત્યારે અચાનક એક મગર દ્વારા તેના પર હુમલો કરવામાં આવ્યો હતો અને તેને બચકું ભરી લીધું હતું. સામાન્ય રીતે મંદિરે જતા હોય ત્યારે નાના છોકરાઓ કે યુવાનો આગળ ચાલતા હોય છે, અને મગરે તેને તક ઝડપીને સુરક્ષિત જગ્યાએથી પકડી લીધો હતો.અમારી માંગણી છે કે વન વિભાગ દ્વારા આ મગરને વહેલી તકે પકડીને સુરક્ષિત જગ્યાએ કે અન્ય જળાશયમાં છોડી મૂકવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી કોઈ ગંભીર ઘટના ન બને અને નિર્દોષ લોકોનો જીવ જાખમમાં ન મૂકાય.

ઘટના બાદ પરિવારજનો અને સ્થાનિકોમાં નદી વિસ્તારમાં મગરની હાજરીને લઈને ચિંતા જાવા મળી રહી છે. ઈજાગ્રસ્તના સગા કિશોર વાઘેલાના જણાવ્યા મુજબ, લક્ષ્મણભાઈ મહાદેવ મંદિરે દર્શન માટે ગયા હતા ત્યારે મગરે અચાનક હુમલો કર્યો હતો. પરિવારની માગ છે કે વનવિભાગ દ્વારા નદી વિસ્તારમાં રહેલા મગરને વહેલી તકે પકડીને યોગ્ય અને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવે. તેમનું કહેવું છે કે આ વિસ્તારમાં લોકોની અવરજવર રહેતી હોવાથી ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે જરૂરી પગલાં લેવામાં આવે.

જૂનાગઢ પંથકમાં સિંહ અને દીપડા જેવા વન્યજીવોની અવરજવર વચ્ચે હવે નદી અને જળાશય વિસ્તારોમાં મગરની હાજરીને લઈને પણ સ્થાનિકોમાં ચિંતા વધી છે. ખાસ કરીને મંદિર, નદી અને અન્ય જાહેર સ્થળોએ લોકોની અવરજવર રહેતી હોવાથી વનવિભાગ દ્વારા સાવચેતીના પગલાં લેવાની માગ ઉઠી છે. હાલ ઘટનાને લઈને વનવિભાગ દ્વારા મગરની હાજરી અને તેને પકડવા અંગે શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સ્થાનિકોની નજર છે.