
કોંગ્રેસ અને અન્ય વિરોધ પક્ષોએ આજે દિલ્હીમાં એસઆઇઆર અને મુખ્ય ચુંટણી કમિશનર સામે જંતર મંતર પર વિરોધ પ્રદર્શન કર્યા હતાં લોકસભામાં વિપક્ષના નેતા સીઈસી જ્ઞાનેશ કુમાર સામે ઇન્ડિયા ગઠબંધનના સાંસદો દ્વારા ચાલી રહેલા વિરોધ પ્રદર્શન અંગે રાહુલ ગાંધીએ કહ્યું, “ગઈકાલે અમે ચૂંટણી કમિશનરને મળવા માંગતા હતા. તેઓ અમારી સાથે મળ્યા નહીં. દિલ્હી પોલીસે અમને રોક્્યા અને કહ્યું કે અમે ત્યાં વિરોધ કરી શકતા નથી. જંતર-મંતર પર જાઓ અને આજે ફરીથી ત્યાં બેસો અને દેશને કહો કે અમારા માટે, જ્ઞાનેશ કુમાર દેશના કાયદેસર ચૂંટણી કમિશનર નથી. તેમણે લોકશાહીનો નાશ કર્યો છે. મેં ગઈકાલે કહ્યું હતું કે જેમણે આ કર્યું છે તેઓ દેશદ્રોહી છે. અમે તેમની સામે કાર્યવાહી કરીશું. જ્ઞાનેશ કુમારે રાજીનામું આપવું પડશે. મારી પાસે ૪૫ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે, અને મારું લક્ષ્ય ૧૦૦ દાખલ કરવાનું છે. દરેક એફઆઇઆર મારા માટે એક મેડલ છે.
કોંગ્રેસના નેતાઓ અને ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ બસથી જંતર મંતર તરફ આગળ વધ્યા ત્યારે તેમને પોલીસે અટકાવ્યા હતાં અને રાહુલ ગાંધી અને પ્રિયંકાને બસમાંથી નીચે ઉતારી દેવામાં આવ્યા હતાં ત્યારબાદ પ્રદર્શનકારીઓને હિરાસતમાં લેવામાં આવ્યા હતાં ત્યારબાદ વિરોધ પક્ષના સાંસદો માર્ગ પર જ ધરણા પર બેસી ગયા હતાં
કોંગ્રેસ પ્રમુખ અને રાજ્યસભાના વિપક્ષી નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, “તેઓ દેશમાં બંધારણ અને લોકશાહીનો નાશ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેથી, અમે એક થવાનો અને દેશભરમાં લોકશાહી બચાવવાનો નિર્ણય લીધો છે. અમે અમારા અધિકારોનું રક્ષણ કરવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છીએ. અમે ડરતા નથી. અમે લડતા રહીશું અને આગળ વધીશું.”
કોંગ્રેસ પ્રમુખ અને રાજ્યસભાના વિપક્ષી નેતા મÂલ્લકાર્જુન ખડગે દ્વારા સીઇસી મુદ્દે બોલાવવામાં આવેલી વિપક્ષી સાંસદોની બેઠક બાદ, કોંગ્રેસના વડા મÂલ્લકાર્જુન ખડગે, રાજ્યસભામાં વિપક્ષી નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રા અને અન્ય વિપક્ષી સાંસદોને લઈને બસ જંતર-મંતર માટે રવાના થયા હતાં
દિલ્હી કોંગ્રેસ પ્રમુખ દેવેન્દ્ર યાદવે કહ્યું, “આ દેશમાં શાંતિપૂર્ણ વિરોધ એક ગુનો બની ગયો છે. જ્યાં સુધી જ્ઞાનેશ કુમાર રાજીનામું નહીં આપે, ત્યાં સુધી અમે રસ્તાઓ પર અમારા વિરોધ પ્રદર્શન ચાલુ રાખીશું.” કોંગ્રેસના સાંસદો અમરિંદર સિંહ રાજા વારિંગ, દીપેન્દ્ર સિંહ હુડા, ઇમરાન પ્રતાપગઢી અને ઇમરાન મસૂદ જંતર-મંતર જવાનો પ્રયાસ કરી રહેલી બસની ટોચ પર ચઢી ગયા. બસમાં રાજ્યસભામાં વિપક્ષના નેતા મÂલ્લકાર્જુન ખડગે અને લોકસભામાં વિપક્ષના નેતા, ઓલ ઇÂન્ડયા એલાયન્સના સાંસદો સવાર હતા.
ટીએમસી સાંસદ ડેરેક ઓ’બ્રાયને કહ્યું, “આપણે બધા અહીં સાથે છીએ, આપણે બધા એક છીએ, અને આપણે બધા અહીં કોઈ પણ અહંકાર વિના છીએ. જ્યાં સુધી તેઓ સત્તામાંથી બહાર ન થાય ત્યાં સુધી અમે આ લોકો સામે લડીશું.” તેમણે મુખ્ય ચૂંટણી કમિશનરના મુદ્દા પર કોંગ્રેસ પ્રમુખ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મÂલ્લકાર્જુન ખડગે દ્વારા બોલાવવામાં આવેલી વિપક્ષી સાંસદોની બેઠક બાદ આ નિવેદન આપ્યું હતું.
ઓલ ઈÂન્ડયા એલાયન્સના સાંસદોને લઈ જતી બસ જંતર-મંતર તરફ આગળ વધતી વખતે કોંગ્રેસ પક્ષના સભ્યો વિરોધ કરતા જાવા મળ્યા. સાંસદ કાર્તિ ચિદમ્બરમે કહ્યું, “અમે ખાનગી બસમાં મુસાફરી કરી રહ્યા છીએ. બસ પાસે જરૂરી પરમિટ છે. ડ્રાઇવર પાસે લાઇસન્સ છે. અમે બસમાં મુસાફરો છીએ. શું આ દેશના નાગરિકોને મુક્ત મુસાફરી કરવાનો અધિકાર નથી? શું આપણે સરકારને કહેવું પડશે કે આપણે ક્્યાં જઈ રહ્યા છીએ? શું આપણે ખાનગી મુસાફરી માટે સરકાર પાસેથી પરમિટ લેવી પડશે? અમે ખાનગી યાત્રા પર જઈ રહ્યા છીએ. આમાં સરકારને શું વાંધો છે? અમે વિરોધ કરી રહ્યા નથી. અમે જરૂરી પરમિટ અને લાઇસન્સ પ્રાપ્ત ડ્રાઇવર સાથે બસમાં શાંતિથી મુસાફરી કરી રહ્યા છીએ. તો અમે ગેરકાયદેસર રીતે શું કરી રહ્યા છીએ? અમને શા માટે રોકવામાં આવી રહ્યા છે?” ૦૪ઃ૨૩ , ૦૭-ઓક્ટોબર-૨૦૨૬
કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનાતે કહ્યું, “જ્યારે અમે ગઈકાલે ચૂંટણી કમિશનરને મળવા ગયા હતા, ત્યારે તેઓ અમને મળ્યા ન હતા. દિલ્હી પોલીસે અમને કહ્યું હતું કે અમે અહીં વિરોધ કરી શકતા નથી. તેથી હવે અમે જંતર મંતર જઈશું અને ત્યાં વિરોધ કરીશું. આ વિરોધ પ્રદર્શન માટેનું નિર્ધારિત સ્થળ છે. જ્યાં સુધી અમારી માંગણીઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી અમે વિરોધ ચાલુ રાખીશું. દિલ્હી પોલીસ શા માટે અવરોધો ઉભા કરી રહી છે? અમને શા માટે રોકવામાં આવી રહ્યા છે? નરેન્દ્ર મોદી અને અમિત શાહ શેનાથી ડરે છે? દેશે તેમની ચોરી પકડી લીધી છે. તેઓએ ‘મત ચોરી’ કરી છે. જ્ઞાનેશ કુમાર ગેરકાયદેસર ચૂંટણી કમિશનર છે. નરેન્દ્ર મોદી ગેરકાયદેસર વડા પ્રધાન છે. તેઓ આ કેમ સમજી રહ્યા નથી? આ અમે જનતાને કહેવા માંગીએ છીએ.” ગઇકાલે પણ ઇન્ડિયા ગંઠબંધન દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યા હતાં જેમાં પણ કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઇ હતી ભારે નાસભાગ મચી ગઇ હતી છેલ્લા બે દિવસથી મુખ્ય ચુંટણી કમિશ્નરને હટાવાની માંગ છે