ગોધરામાં સેવા સંકલ્પ અભિયાન હેઠળ રંગોળી-કોલાજ સ્પર્ધા ૨૦૦ શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો, કલેક્ટર સહિત અધિકારીઓ હાજર રહ્યા.

ગોધરાની સેન્ટ આર્નોલ્ડ સ્કૂલ ખાતે પંચમહાલ જીલ્લા વહીવટી તંત્ર અને જીલ્લા શિક્ષણાધિકારી કચેરીએ સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત રંગોળી અને કોલાજ સ્પર્ધા યોજી. તેની થીમ સેવાના રંગ રાષ્ટ્રના સંગ હતી.

આ સ્પર્ધામાં પંચમહાલ જીલ્લાની લગભગ ૨૦૦ શાળાઓના વિદ્યાર્થીઓએ ઉત્સાહથી ભાગ લીધો. વિદ્યાર્થીઓએ રાષ્ટ્રપ્રેમ, સમાજ સેવા, વિકસિત ભારત ૨૦૪૭, બેટી બચાવો-બેટી પઢાવો અને પોષણ આહાર જેવા વિષયો પર કલાકૃતિઓ બનાવી. આ માટે તેમણે રંગો, કુદરતી વસ્તુઓ, અનાજ, રેતી અને કાપડના ટુકડાનો ઉપયોગ કર્યો.

ગોધરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે પણ આ જ કાર્યક્રમ હેઠળ સ્પર્ધા યોજાઈ. જીલ્લા કલેક્ટર અજય દહિયા અને જીલ્લા વિકાસ અધિકારી પ્રણવ વિજયવર્ગીય સહિતના મહાનુભાવોએ કૃતિઓ જોઈ. વિજેતા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા.

આ પ્રસંગે ભાજપ પ્રમુખ મયંક દેસાઈ, જીલ્લા પંચાયત પ્રમુખ નીરજ પટેલ, રાજ્યસભા સાંસદ ડો. જશવંતસિંહ પરમાર અને જીલ્લા શિક્ષણ અધિકારી કિરીટ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા. વિદ્યાર્થીઓએ પોતાની સર્જનાત્મકતા અને રાષ્ટ્રભાવનાનું પ્રદર્શન કર્યું.