દે.બારીયાના રુવાબારી અને ઉધાવાળા કેનાલના રીપેરીંગમાં વેઠ ઉતારતા ઈજારદાર સામે રોષ

દેવગઢ બારીયાના રૂવાબારી અને ઉધાવળા કેનાલના રીપેરીંગમાં વેઠ ઉતારતા ઈજારદાર સામે રોષ દેવગઢબારિયા તાલુકામાં મોટી ખજૂરી નજીક વાકલેશ્ર્વર ડેમ આવેલ છે. આ ડેમ માંથી ધાનપુર અને દેવગઢ બારીયા એમ બંને તાલુકાના – ૧૦૦ જેટલા ગામડાના ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહેતું હોય છે. આ વાકલેશ્ર્વર ડેમ માંથી નજીકના ગામડા ના ખેડૂતોને સિંચાઈ માટે નહેર મારફતે પાણી પૂરૂ પાડવામાં આવે છે. ગામડામાં ક્યાંક જૂની અને જર્જરીત બનેલી નહેર તૂટી જવાથી, શિયાળા માં આવી તૂટી ગયેલ નહેરોમાં પાણી છોડવાથી પાણીનો ખોટો વ્યય થતો હોય છે. જે માટે નહેરો ની રીપેરીંગની કામગીરી ખાનગી એજન્સી મારફતે કરાવવામાં આવતી હોય છે. હાલમાં રૂવાબારી તેમજ ઉધાવળા ગામ ખાતે આવી તૂટી ગયેલ તેમજ જૂની નહેરોને તોડીને નવીન નહેરો બનાવવાની કામગીરી ચાલી રહી છે. નહેરો નું જૂનું ચણતર જેસીબી મશીનથી તોડી ફરીથી નવીન નહેર બનાવવા

પરંતુ આ કામગીરીમાં હલકી ગુણવત્તાનું મટેરિયલ આરસીસી કામમાં વપરાતું હોઈ જેને કારણે કામગીરીની કોઈ ટકાઉ ગુણવત્તા જણાતી નથી. સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ આ નહેરની નવીન બાંધકામની કામગીરી શરૂ કર્યા પછી નિયમિત પાણીનો છંટકાવ નહીં થવાથી નહેરનું બાંધકામ લાંબા સમય સુધી વધારે ટકાઉ નહીં રહી શકે. માત્ર ત્રણ ઇંચ જેટલો નજીવા આરસીસી બાંધકામમાં લોખંડનો પણ ઉપયોગ થવો જોઈએ તે થયો નથી. જેથી આ નહેરના નવીની કરણની બોગસ અને તકલાદી કામગીરી સ્પષ્ટ જણાઈ રહી છે. નહેરની આ કામગીરી દરમિયાન જે તે જવાબદાર અધિકારી પણ કોઈ કોઈ વખત સ્થળ મુલાકાત લેતા હોય તો તેમને ખબર વાળા કરી રહ્યા છે. આમ દેવગઢબારિયા તાલુકાના ઉધાવળા અને ‚વાબારી ગામે ચાલતી નહેરની વનવીનીકરણની વેઠ ઉતાર કામગીરીને બદલે સરકારના માપદંડ મુજબ જ કામગીરી કરવામાં આવે તેવી ખેડૂતોમાં માંગ ઉઠવા પામી છે