ઔદ્યોગિક નગરી વાપીના છીરી વિસ્તારમાં એક પડોશી એ જ તેના પાડોશી ન ઢીમ ઢાળી નાખ્યું

ઔદ્યોગિક નગરી વાપીના છેવાડેઆવેલા છીરી વિસ્તારમાં પહેલી ઓક્ટોબરના દિવસે એક યુવક પર જીવલેણ હુમલો થયો હતો. સામાન્ય બોલાચાલીમાં થયેલા હુમલામાં ઉમેષ કુમાર નામના એક યુવક પર બ્રિજેશ મહેન્દ્ર દીવાકર ઉર્ફે બ્રિજેશ કાલિયા નામના એક યુવકે તીક્ષણ હથિયારોથી જીવલેણ હુમલો કર્યો હતો. આ દરમિયાન ઉમેશ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.આથી તેને સારવાર માટે વાપીની હરિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

બનાવ બાદ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. અને આ મામલે આરોપી બ્રિજેશ કાલિયાની અટકાયત કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ભોગ બનનાર હોસ્પિટલમાં ગંભીર હાલતમાં સારવાર હેઠળ હતો.આથી જે તે વખતે પોલીસે આરોપી બ્રિજેશ કાલિયા વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કર્યો હતો .જાકે સારવાર દરમિયાન હવે ભોગ બનનાર યુવકનું કરુણ મોત નીપજ્યું છે. .પોતાના સ્વજનના મોતને કારણે પરિવારજનોમાં રોષ છે. પરિવારજનોએ આ મામલે આરોપી સામે કડક અને દાખલા રૂપ કાર્યવાહી કરી પરિવાર ને ન્યાય આપવમાં આવે તેવી માંગ કરી છે.

સરેઆમ ઉમેશ પર જીવલેણ હત્યા કરનાર આરોપી બ્રિજેશ કાલીયાની ધરપકડ બાદ પોલીસે તેની આગવી ઢબે પૂછપરછ કરતા હકીકત બહાર આવી હતી કે. મૃતક ઉમેષ અને આરોપી બ્રિજેશ કાલીયા બંને બાજુ બાજુમાં રહેતા હતા. બંને પડોશી હતા. આરોપી બ્રિજેશ ધોબી નું કામ કરતો હતો. બનાવના દિવસે બંને વચ્ચે કોઈ અગાઉની વાતને લઈ બોલાચાલી થઈ હતી.

આ દરમિયાન આવેશમાં આવી અને બ્રિજેશ કાલીયા એ ભોગ બનનાર ઉમેષ પર તીક્ષણ હથિયાર થી જીવલેણ હુમલો કર્યો હતો .જેમાં ઉદય ગંભી રીતે ઇજાગ્રસ્ત થયો હતો. જેને સારવાર માટે વાપીની હરિયા હોસ્પિટલમાં આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યો હતો. જા કે ટૂંકી સારવાર દરમિયાન જ ભોગ બનનાર નું મોત નિપજજયું હતું. આથી પોલીસે હવે આરોપી વિરરૂધ હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.