
ઉત્તરાખંડ કોંગ્રેસના પ્રભારી કુમારી શેલજાના પત્રને અવગણીને, ભૂતપૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતે તેમના નજીકના સાથીઓ સાથે કુમાઉથી પોતાની યાત્રા શરૂ કરી. આભાર જન સંવાદ યાત્રા દરમિયાન તેમના પોતાના નેતાઓ અને સમર્થકો તેમની સાથે ઉભા જાવા મળ્યા હતા. યાત્રા દરમિયાન હરીશ રાવતે પ્રભારીના પત્ર પર કોઈ ટિપ્પણી કરી ન હતી.
પોતાની યાત્રા પૂર્ણ કર્યા પછી, તેઓ ૭ ઓક્ટોબરે દિલ્હી જશે અને રાષ્ટય મહાસચિવ કેસી વેણુગોપાલ અને રાજ્ય પ્રભારી કુમારી શેલજા સાથે મુલાકાત કરશે. હરીશ રાવતે સોમવારે જાસપુરથી પોતાની આભાર જન સંવાદ યાત્રા શરૂ કરી. તેમની સાથે ધારાસભ્યો પ્રીતમ સિંહ, તિલક રાજ બેહદ, હરીશ ધામી, મનોજ તિવારી, આદેશ ચૌહાણ, ભૂતપૂર્વ વિધાનસભા અધ્યક્ષ ગોવિંદ સિંહ કુંજવાલ, ભૂતપૂર્વ ધારાસભ્ય લલિત ફરસવાન, હિમેશ ખારવાલ અને ભૂતપૂર્વ સાંસદ પ્રદીપ તમટા, તેમજ ઘણા વરિષ્ઠ નેતાઓ અને સમર્થકો હતા.
રાજ્ય પ્રભારીના પત્રનો હરદાની યાત્રા પર કોઈ પ્રભાવ પડ્યો નહીં. પત્રને ધ્યાનમાં લીધા વિના તેમના પોતાના નેતાઓએ પણ યાત્રામાં તેમને ટેકો આપ્યો. દરમિયાન, હરદા સાથે પાર્ટીના અનેક ધારાસભ્યો, ભૂતપૂર્વ ધારાસભ્યો અને અન્ય નેતાઓની હાજરીથી કોંગ્રેસ પાર્ટીમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. જાસપુરથી કાશીપુર, રામનગર અને કાલાધુંગી થઈને શરૂ થયેલી હરદાની યાત્રા મોડી રાત્રે હલ્દવાની પહોંચી. પાર્ટીના કાર્યકરો અને સમર્થકોએ વિવિધ સ્થળોએ ફૂલો અને ફટાકડા ફોડી તેમનું સ્વાગત કર્યું.
સમગ્ર યાત્રા દરમિયાન, મીડિયાના પ્રશ્નો છતાં, હરીશ રાવતે રાજ્ય પ્રભારીના પત્ર પર કોઈ ટિપ્પણી કરી નથી, ન તો તેઓ પાર્ટીમાં જૂથવાદ કે બળવો સ્વીકારે છે. તેમણે કહ્યું, “યાત્રા દરમિયાન મારા હાથમાં ત્રિરંગો છે, પરંતુ મેં આને કોઈપણ રીતે પાર્ટીનો કાર્યક્રમ બનાવ્યો નથી. પાર્ટીના સભ્યો ચોક્કસપણે યાત્રામાં ભાગ લઈ રહ્યા છે.
હું ઘણા દિવસોથી મેદાંતા હોÂસ્પટલના આઇસીયુમાં હતો. લોકો અને દેવી-દેવતાઓના આશીર્વાદથી, હું ગંભીર બીમારીમાંથી સ્વસ્થ થઈને ઉત્તરાખંડ પાછો ફર્યો છું. મેં લોકોનો આભાર અને કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે આ યાત્રા શરૂ કરી છે. ઈડી અને ભાજપે મારા આત્મસન્માનને ઠેસ પહોંચાડી છે, અને મારે તે પણ લડવું પડશે. મારો કુમાઉ પ્રવાસ પૂર્ણ કર્યા પછી, હરીશ રાવત મંગળવારે દેહરાદૂન પાછા ફરશે અને ૭ ઓક્ટોબરે રાષ્ટÙીય મહાસચિવ કેસી વેણુગોપાલ અને રાજ્ય પ્રભારી શેલજાને મળવા માટે દિલ્હી જશે.