સંખેડાના બોરતળાવમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો : ૫૬ સરકારી યોજનાઓનો લાભાર્થીઓએ સ્થળ પર જ લાભ લીધો, ધારાસભ્ય તડવી હાજર રહ્યા

સંખેડા તાલુકાના બોરતળાવ ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને લાભાર્થીઓએ ભાગ લીધો. કુલ ૫૬ સરકારી યોજનાઓનો લાભ તેમને સ્થળ પર જ મળ્યો.

કાર્યક્રમની શ‚આત ધારાસભ્ય અભેસિંહ તડવીના અધ્યક્ષ સ્થાને દીપ પ્રાગટ્યથી થઈ. આવકના દાખલા, જાતિના દાખલા, આધારકાર્ડ સુધારણા, રેશનકાર્ડ, વિધવા સહાય, વૃદ્ધ સહાય, ખેડૂત અને આરોગ્યલક્ષી યોજનાઓ સહિતના સ્ટોલ ઉભા કરાયા હતા.

તાલુકા ભાજપના હોદ્દેદારો, સંખેડા મામલતદાર પટેલ , તલાટી અને સરપંચ સહિતના અધિકારીઓ હાજર રહ્યા. ધારાસભ્ય તડવીએ જણાવ્યું કે, સરકારની યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે આવા કાર્યક્રમો થાય છે.