
ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય પસંદગીકાર તરીકે ભૂતપૂર્વ ઝડપી બોલર અજિત અગરકરનો કાર્યકાળ મંગળવારે સમાપ્ત થયો, કારણ કે તેમણે તેને લંબાવવાનો ઇનકાર કર્યો હતો.બીસીસીઆઇએ સોશિયલ મીડિયા પર આ જાહેરાત કરી. અગરકરના સ્થાને પસંદગી સમિતિ માટે બીસીસીઆઇએ નવી અરજીઓ મંગાવી છે, જેમાં અરજીઓ સબમિશન કરવાની અંતિમ તારીખ ૧૪ ઓક્ટોબર છે.અજીત અગરકરના ગયા બાદ, ભૂતપૂર્વ ભારતીય સ્પિનર પ્રજ્ઞાન ઓઝાને કામચલાઉ સમયગાળા માટે વચગાળાના મુખ્ય પસંદગીકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
ઓઝા હવે ન્યૂઝીલેન્ડ સામેની આગામી ટી ૨૦,વનડે અને ટેસ્ટ શ્રેણી માટે ટીમ પસંદગી બેઠકોનું નેતૃત્વ કરશે. વેસ્ટ ઇન્ડિઝ સામેની શ્રેણી માટે ટીમની પસંદગી અગરકરનું છેલ્લું કાર્ય હતું, અને ભારતીય ટીમે તેમના કાર્યકાળ દરમિયાન ઘણી નોંધપાત્ર સફળતાઓ મેળવી હતી. અજિત અગરકરના ગયા પછી આગામી મુખ્ય પસંદગીકાર તરીકે કોને નિયુક્ત કરે છે તે જાવાનું બાકી છે.
અગરકરના કાર્યકાળ દરમિયાન ભારતીય ટીમે ઘણી મહત્વપૂર્ણ સફળતાઓ મેળવી. ટીમ ૨૦૨૩ વનડે વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી, ૨૦૨૪ અને ૨૦૨૬ ૨૦ વર્લ્ડ કપ જીતી અને ૨૦૨૫ ચેમ્પિયન્સ ટ્રોફી પણ જીતી. આ દરમિયાન, રોહિત શર્માને લગતી ઘણી અફવાઓ સામે આવી હતી, જેને બીસીસીઆઇએ ફગાવી દીધી હતી. પાછળથી, બીસીસીઆઇની ખાસ બેઠકમાં અગરકરની ગેરહાજરીથી સ્પષ્ટ થઈ ગયું કે તે હવે આ પદ પર રહેવા માંગતો નથી.
બીસીસીઆઇ અનુસાર, નવા સભ્યની ફરજા ત્રણેય ફોર્મેટ માટે ભારતીય ટીમની પસંદગી કરવાની, નવા ખેલાડીઓ વિકસાવવાની અને મેચોમાં તેમના પ્રદર્શન પર નજર રાખવાની રહેશે. ફક્ત તે જ લોકો આ પદ માટે અરજી કરી શકે છે જેમણે ઓછામાં ઓછી ૭ ટેસ્ટ મેચ અથવા ૩૦ ફર્સ્ટ-ક્લાસ મેચ, અથવા ૧૦ વનડે અને ૨૦ ફર્સ્ટ-ક્લાસ મેચ રમી હોય. વધુમાં, ઉમેદવારે ઓછામાં ઓછા ૫ વર્ષ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હોવી જાઈએ.