
હાલોલ શહેરમાં રિક્ષા સેવાને સુવ્યવસ્થિત કરવા અને ટેકનોલોજી સાથે જોડવા માટે એક કાર્યક્રમ યોજાયો હતો. હાલોલ પોલીસ અને ઓટો રિક્ષા એમ્પ્લોયર્સ એસોસિએશન દ્વારા ભારત ટેક્સી એપ લોન્ચ કરાઈ છે. ૧૦૦થી વધુ રિક્ષાચાલકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
કાર્યક્રમમાં ઉઢજઙ વી.જે. રાઠોડ, ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર સહિત પોલીસ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. રિક્ષાચાલકોને ભારત ટેક્સી એપ વિશે વિગતવાર માહિતી અને માર્ગદર્શન અપાયું હતું. એપની કામગીરી, જોડાવાની રીત અને મુસાફરોને મળતી સરળ સેવા વિશે સમજાવવામાં આવ્યું હતું. આનાથી સેવામાં પારદર્શિતા આવશે.
ઉઢજઙ વી.જે. રાઠોડના હસ્તે રિક્ષાઓ પર નંબર સાથેના પોલીસ સ્ટીકર લગાવવામાં આવ્યા હતા. આ નંબરથી રિક્ષાની ઓળખ સરળ બનશે અને જર પડ્યે માહિતી મેળવવામાં મદદ મળશે. હાલોલ પોલીસે રિક્ષાચાલકોને મુસાફરોની સલામતી, ટ્રાફિક નિયમોનું પાલન અને કાયદો-વ્યવસ્થા જાળવવા સૂચના આપી. તેમને મુસાફરો સાથે વિનમ્રતાથી વર્તવા અપીલ કરાઈ. એપ વિશે માહિતી મળ્યા બાદ ઘણા રિક્ષાચાલકોએ જોડાવા રસ દાખવ્યો. આ પહેલથી રિક્ષા સેવા વધુ સુવ્યવસ્થિત બનશે તેવી આશા છે.