દાહોદના અનાજ માર્કેટયાર્ડ પાસે ધોળા દિવસે આંગડિયા ૫ેઢીના બે કર્મચારીઓને આંતરી, દંડા વડે બરહેમ મારમારી .૧.૪૬ કરોડની સનસનીખેજ લુંટ ચલાવી ફરાર થનારી ટોળકીના ચારની ધરપકડ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આ સાથે લુંટમાં ગયેલા ૧.૩૫ કરોડ પણ રિકવર કર્યા છે.
મુળ ઉંઝાના અને હાલ ગોધરા ખાતે રહેતા આંગડિયા પેઢીના બે કર્મચારીઓ રોકડ અને નાના પાર્સલ ભરેલી બેગ સાથે મોપેડ પર નીકળ્યા હતા. આ દરમિયાન અનાજ માર્કેટયાર્ડ પર આવેલા લુંટાઓએ પુર્વ આયોજિત કાવતરા મુજબ .૧.૪૧ કરોડની રોકડ અને .૫ લાખના સોનાની પાર્સલની લુંટ ચલાવી હતી. જેમાં પોલીસની કારને અથડાવી ભાગવાના ૫્રયાસમાં ગલાલિયાવાડના અતુલ ભુરિયા, મોટીખરજના પરમેશ્ર્વર પલાસ, અને મંડાવાવના ગોવિંદ મોહનીયા ઝડપાઈ ગયા હતા. તલસ્પર્શી તપાસ બાદ પોલીસે લુંટમાં ગયેલા ૧.૪૬ કરોડમાંથી .૧.૩૫ કરોડની રિકવરી કરી છે. આંગડિયા પેઢીના કર્મીઓની રેકી કરનાર નાનીખરજના અલ્પેશ પણદાની પણ પોલીસે ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યુ કે, પકડાયેલા આરોપી પૈકી ગલાલિયાવાડનો અતુલ મહેશ ભુરિયા અને મોટી ખરજનો પરમેશ્ર્વર સમીર પલાસ રીઢા ગુનેગારો છે. આ બંને આરોપીઓ વિરુદ્ધ અગાઉ પણ પોલીસ સ્ટેશનમાં લુંટ, ધાડ, ધોળા દિવસે ધરફોડ ચોરી તેમજ દા જેવા અનેક ગંભીર ગુનાઓ નોંધાઈ ચુકયા છે. આ ચકચારી કેસમાં સંડોવાયેલા અન્ય ચાર આરોપીઓ જેમાં છાપરીનો અર્જુન અમલીયાર, મોટીખરજનો અવિચલ પલાસ, મંડાવાવનો જીગ્નેશ હઠીલા અને રેકી કરનાર મોટીખરજનો ધરમ પલાસ હજુ ફરાર છે.