
ગુજરાતમાં દારુબંધીનો રોજ રોજ ધજાગરા ઉડી રહ્યાં છે. દારુબંધીના ધજાગરા ઉડાવતી વધુ એક ઘટના સામે આવી છે. વડોદરાના બાપોદમાં પોલીસે દારુ ભરેલુ એકટીવા ઝડપી પાડ્યું હતું. એકટીવાની તપાસ કરતાં તેમાંથી ૪૫૫ બોટલો નીકળી હતી જે જાઈને પોલીસ પણ છક થઈ ગઈ હતી. પોલીસે સ્થળ પરથી દારૂની હેરાફેરી કરતા અલ્કેશ અરવિંદભાઈ રાઠવા અને સુનિલ પ્રતાપભાઈ રાઠવાની ધરપકડ કરી છે અને ૧,૪૧,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.

બાપોદ પોલીસને ગુપ્ત બાતમી મળી હતી કે બે એકટીવા પર વિદેશી દારૂનો જથ્થો લઈ બે શખ્સો પસાર થવાના છે. પોલીસે તુરંત વોચ ગોઠવી એકટીવાને અટકાવ્યું હતું અને એકટીવાના ચોરખાનામાંથી ૪૫૫ બોટલો નીકળી હતી. તપાસ દરમિયાન બંને એકટીવામાંથી ૯૧ હજાર રૂપિયાની કિંમતની ૪૫૫ દારૂની બોટલ મળી આવી હતી.