કુંવરજી બાવળિયાને ઝટકો: ચૂંટણી લડવા સામે સમાજના આગેવાનનો વિરોધ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ૨૦૨૭ને હજુ એક વર્ષથી વધુ સમય બાકી છે, પરંતુ સૌરાષ્ટ્રના રાજકારણમાં અત્યારથી જ ચૂંટણીલક્ષી નિવેદનો અને આંતરિક ખેંચતાણ શ‚ થઈ ગઈ છે. રાજકોટના જસદણમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને લઈને કોળી સમાજમાં જ બે અલગ-અલગ મત સામે આવ્યા છે. પૂર્વ સાંસદ દેવજી ફતેપરાએ બાવળિયાની આગામી ચૂંટણીમાં ઉમેદવારી અને ફરી મંત્રી બનવાનો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો. જોકે, આ નિવેદન બાદ સમાજના આગેવાન પ્રવીણ કોળીએ બાવળિયા સામે વિરોધ નોંધાવી તેમને રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની સલાહ આપી છે.

રાજકોટના જસદણમાં યોજાયેલા કોળી સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં પૂર્વ સાંસદ દેવજી ફતેપરાએ કુંવરજી બાવળિયાના રાજકીય ભવિષ્ય અંગે મોટો દૃાવો કર્યો હતો. તેમણે જાહેર મંચ પરથી કહૃાું હતું કે કોળી સમાજમાંથી કુંવરજી બાવળિયા જેવા નેતા મળવા મુશ્કેલ છે અને તેઓ આગામી વિધાનસભા ચૂંટણી પણ લડશે. એટલું જ નહીં, તેઓ ફરી મંત્રી બનશે તેવો વિશ્ર્વાસ પણ વ્યક્ત કર્યો હતો.

આ દૃરમિયાન દૃેવજી ફતેપરાએ બાવળિયાનો વિરોધ કરી રહેલા નેતાઓ પર કટાક્ષ પણ કર્યો હતો. તેમણે કહૃાું હતું કે કેટલાક લોકો સરપંચ બનવાની લાયકાત ધરાવતા નથી, તેમ છતાં વિધાનસભાની ચૂંટણી લડવા માટે ટિકિટની માંગ કરી રહૃાા છે. તેમના આ નિવેદનને જસદણના રાજકીય સમીકરણો સાથે જોડીને જોવામાં આવી રહૃાું છે.

દૃેવજી ફતેપરાના નિવેદન બાદ કોળી સમાજના આગેવાન પ્રવીણ કોળીએ આ મુદ્દે વિરોધ વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે જસદૃણમાં યોજાયેલું સ્નેહમિલન સંમેલન સામાજિક કાર્યક્રમને બદૃલે રાજકીય મંચ બની ગયું હતું. આ કાર્યક્રમને સમાજના હિત સાથે જોડવો યોગ્ય નથી.

પ્રવીણ કોળીએ કુંવરજી બાવળિયાને નિશાન બનાવતાં કહૃાું હતું કે હવે તેમણે રાજકારણમાંથી નિવૃત્તિ લેવી જોઈએ. તેમના મતે, દૃેશનું રાજકારણ હવે યુવા પેઢી તરફ આગળ વધી રહૃાું છે. ભાજપ પણ યુવા નેતૃત્વ અને જનરેશન-ઝીને તક આપવાની દિશામાં રસ દાખવી રહૃાો છે. આવી સ્થિતિમાં નવા યુવાનોને આગળ આવવાની તક મળવી જોઈએ.

પ્રવીણ કોળીએ કુંવરજી બાવળિયા સામે સમાજના વિકાસનાં વાયદૃાઓનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે કહૃાું હતું કે સમાજના નામે રાજકારણ કરીને ચૂંટણી જીતવામાં આવે છે, પરંતુ સમાજને આપવામાં આવેલા વાયદાઓ પૂરા થતા નથી.

તેમણે ખાસ કરીને કોળી સમાજના વિદ્યાર્થી ભવનનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમના જણાવ્યા અનુસાર, વિદ્યાર્થી ભવન બનાવવાનું વચન આપવામાં આવ્યું હતું, પરંતુ સાત વર્ષ વીતી જવા છતાં તેનું નિર્માણ થયું નથી. આ મુદ્દાને લઈને તેમણે બાવળિયાની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા.કુંવરજી બાવળિયાની આગામી ચૂંટણીની ઉમેદવારી અંગે દેવજી ફતેપરાના સમર્થન અને પ્રવીણ કોળીના વિરોધ બાદ કોળી સમાજમાં રાજકીય મતભેદૃો સપાટી પર આવ્યા છે. એક તરફ બાવળિયાને ફરી ચૂંટણી લડાવવા અને મંત્રી બનાવવાની વાત થઈ રહી છે, તો બીજી તરફ યુવા નેતૃત્વને તક આપવાની માંગ ઊઠી છે.

જસદણ બેઠક પર ભાજપના આંતરિક રાજકીય સમીકરણો વચ્ચે આ વિવાદૃ કેટલો આગળ વધે છે તે જોવું મહત્ત્વનું રહેશે. જોકે, ૨૦૨૭ની ચૂંટણી પહેલાં જ કોળી સમાજના નેતાઓ વચ્ચે શ‚ થયેલી આ નિવેદનબાજી આગામી સમયમાં સૌરાષ્ટ્રના રાજકારણમાં નવા સમીકરણો ઊભા કરી શકે છે.