અમદાવાદના શીલજ સર્કલ નજીક પૂરઝડપે દોડી રહેલી લક્ઝુરિયસ રેન્જ રોવર કારની ટક્કરે એક યુવકનો જીવ ગયો છે. ૧૧ નવેમ્બરના રોજ બનેલી આ ઘટનામાં રેપિડો બાઇક પર મુસાફરી કરતા હર્ષદ પુરબિયાનું સારવાર દરમિયાન મોત થયું હતું. અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો હતો. જોકે, પોલીસ તપાસમાં ઝ્રઝ્ર્ફ ફૂટેજ અને કારની નંબર પ્લેટના આધારે કારચાલકની ઓળખ થઇ હતી. બોપલ પોલીસે બાપુનગરના ધારાસભ્ય દિનેશિંસહ કુશવાહના ભત્રીજા રાઘવેન્દ્ર કુશવાહની કાર સાથે ધરપકડ કરી હતી. આ કેસમાં ધરપકડ બાદૃ આરોપીને પોલીસ સ્ટેશનમાંથી જ જામીન આપવામાં આવ્યા હતા.
આ ઘટનામાં સેટેલાઇટમાં રહેતા ૫૦ વર્ષીય પ્રદીપ ડરવાલે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પ્રદૃીપભાઇ સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે અને સાથે રેપિડો બાઇક પણ ચલાવે છે. ફરિયાદ મુજબ, ૧૧ નવેમ્બરની વહેલી સવારે તેઓ રાઇડ માટે નીકળ્યા હતા, તેમને પ્રથમ રાઇડ ઘાટલોડિયાની મળી હતી, ત્યાં પેસેન્જરને ઉતાર્યા બાદ શીલજ સર્કલ તરફની રાઇડ મળી હતી જેમાં હર્ષદ પુરબિયાને બાઇક પર બેસાડ્યા હતા.
પ્રદૃીપભાઈ હર્ષદભાઈને લઈને શીલજ સર્કલથી થોડા આગળ પહોંચ્યા હતા ત્યારે પૂરઝડપે આવી રહેલી રેન્જ રોવર કારના ચાલકે તેમની બાઈકને ટક્કર મારી હતી. ટક્કર વાગતાં જ પ્રદીપભાઈ અને હર્ષદભાઈ રસ્તા પર પટકાયા હતા. અકસ્માતમાં હર્ષદભાઈને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી, જ્યારે પ્રદીપભાઈને સામાન્ય ઈજા પહોંચી હતી. અકસ્માત સર્જ્યા બાદ કારચાલક રોકાવાને બદલે કાર લઈને ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
આ દૃરમિયાન આસપાસ હાજર એક વ્યક્તિએ કારનો નંબર નોંધીને પ્રદૃીપભાઈને આપ્યો હતો. આ નંબરના આધારે પોલીસને તપાસમાં મહત્ત્વની કડી મળી હતી.
અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત હર્ષદભાઈને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જોકે, સારવાર દૃરમિયાન તેમનું મોત થયું હતું. ત્યારબાદ પ્રદીપ ડરવાલે કારના નંબરના આધારે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
બોપલ પોલીસે કારની નંબર પ્લેટ અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરતાં કાર રાઘવેન્દ્ર કુશવાહની હોવાનું સામે આવ્યું હતું. તપાસમાં રાઘવેન્દ્ર કુશવાહ બાપુનગરના ધારાસભ્ય દિનેશિંસહ કુશવાહના ભત્રીજા હોવાનું પણ સામે આવ્યું હતું. પોલીસે તેની કાર સાથે ધરપકડ કરી હતી.
આ અંગે માહિતી આપતા બોપલ પોલીસ સ્ટેશનના પીઆઇ વાય.જી. ગુર્જરે જણાવ્યું હતું કે, કાયદૃાકીય જોગવાઈ મુજબ આ ગુનો જામીનને લાયક હોવાથી આરોપીને જામીન આપવામાં આવ્યા છે.