વડોદરાના આકાશમાં વાયુસેનાનો જલવો, પાંચ હેલિકોપ્ટર સાથે સારંગ ટીમે બતાવ્યું અદભુત કૌશલ્ય

વડોદરાના આકાશમાં ભારતીય વાયુસેનાની ‘સારંગ હેલિકોપ્ટર ડિસ્પ્લે ટીમે શાનદાર હવાઈ પ્રદર્શન યોજ્યું હતું. પાંચ હેલિકોપ્ટર સાથે એકસાથે કરતબો રજૂ કરતી આ ટીમના પાયલટોએ સચોટ તાલમેલ અને કૌશલ્યથી વિવિધ ફોર્મેશન બનાવીને ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા.

ભારતીય વાયુસેનાની ‘સારંગ ટીમ વિશ્ર્વની એકમાત્ર એવી હેલિકોપ્ટર ડિસ્પ્લે ટીમ તરીકે ઓળખાય છે, જે એકસાથે પાંચ હેલિકોપ્ટર દ્વારા હવાઈ કરતબો રજૂ કરે છે. વડોદરામાં યોજાયેલા આ પ્રદૃર્શનમાં પાયલટોએ નજીકના અંતરે હેલિકોપ્ટર ઉડાવીને વિવિધ દિલધડક ફોર્મેશન રજૂ કર્યાં હતાં. આકાશમાં હેલિકોપ્ટરોની એકસાથે થતી હિલચાલ અને પાયલટો વચ્ચેનો તાલમેલ જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. આ હવાઈ પ્રદર્શને શહેરીજનો અને ખાસ કરીને યુવાનોમાં ભારે ઉત્સાહ જગાવ્યો હતો.