
યાત્રાધામ દ્વારકામાં દિવાળી વેકેશનની ભીડનો લાભ ઉઠાવીને દર્શનાર્થીઓના ખિસ્સા કાતરતી આંતરજિલ્લા ગેંગનો દ્વારકા પોલીસે સફળતાપૂર્વક પર્દાફાશ કર્યો છે. ભગવાન દ્વારકાધીશના દર્શને આવતા શ્રદ્ધાળુઓને નિશાન બનાવી પાકીટ, રોકડ અને મોબાઈલ ફોનની ચોરી કરતી ટોળકીના કુલ છ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓ રાજકોટ અને જૂનાગઢ પંથકના હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ ગેંગ પાસેથી રોકડ રકમ, પાંચ મોબાઈલ ફોન અને એક સ્વિટ કાર સહિત કુલ ૩.૮૧ લાખનો મુદ્દામાલ કબજે કરીને કાયદૃેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દિવાળી વેકેશનનો માહોલ હોવાથી દૃેવભૂમિ દ્વારકા ખાતે દૃેશ-વિદૃેશમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી રહૃાા છે. મંદિૃર પરિસર અને આસપાસના ભીડભાડવાળા વિસ્તારોમાં યાત્રાળુઓની નજર ચૂકવી ચોરી કરતી ગેંગ સક્રિય થઈ હોવાની ચોક્કસ બાતમી દ્વારકા પોલીસને મળી હતી. આ બાતમીના આધારે પોલીસ દ્વારા અલગ- ટીમો બનાવી વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન કીર્તિ સ્તંભ પાસે શંકાસ્પદ હિલચાલ કરતા બે શખ્સોને પોલીસે ઝડપી લઈને કડક પૂછપરછ કરતા આખી ગેંગનો ભાંડો ફૂટ્યો હતો.
પોલીસ તપાસમાં આ ટોળકીની ચોરી કરવાની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી સામે આવી છે. આ શખ્સો ખાસ કરીને મેળા, તહેવારો અને મોટા ધાર્મિક સ્થળોએ થતી ભીડનો લાભ લઈને ચોરીને અંજામ આપતા હતા. ટોળકીના સભ્યો કોઈ એક યાત્રાળુને ટાર્ગેટ બનાવીને તેની આગળ-પાછળ ગોઠવાઈ જતા હતા અને ભીડમાં ધક્કામુક્કીનું વાતાવરણ ઊભું કરીને નજર ચૂકવી ખિસ્સામાંથી પાકીટ, રોકડ રકમ તેમજ મોબાઈલ ફોન સેરવી લેતા હતા.
પોલીસે આ ગુનામાં કુલ છ આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં પાંચ આરોપીઓ રાજકોટના અને એક આરોપી જૂનાગઢનો રહેવાસી છે. ઝડપાયેલા શખ્સો પાસેથી પોલીસે ૧,૪૦,૦૦૦ ની રોકડ રકમ, ૪૧,૦૦૦ ની િંકમતના પાંચ મોબાઈલ ફોન અને ગુનામાં વપરાયેલી ૨,૦૦,૦૦૦ ની િંકમતની સ્વિટ કાર મળી કુલ ૩,૮૧,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, પોલીસના હાથે ઝડપાયેલા આ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આમાંથી કેટલાક શખ્સો વિરુદ્ધ અગાઉ પણ ચોરી સહિતના અન્ય ગુનાઓ પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા છે. હાલ દ્વારકા પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરીને આ ગેંગે અન્ય કોઈ સ્થળે ચોરીને અંજામ આપ્યો છે કે કેમ તે દિૃશામાં વધુ તપાસ તેજ કરી છે.