કાલોલ તાલુકાના સુુરેલી, વ્યાસડા ગામે રાત્રિના સમયે બે દિપડા દેખાતા ગ્રામજનોમાં ભય

કાલોલ તાલુકાના વ્યાસડા, સુરેલી અને કાલંત્રા ગામમાં મોબાઈલ અને સીસીટીવી કેમેરામાં દિપડાની હાજરી જોવા મળી છે.

જે મધ્યે ગત સપ્તાહે વ્યાસડા ગામના આપેશ્ર્વર ડુંગર રોડ પર રાત્રિના એક સાથે બે દિપડા જોવા મળ્યા હતા. તાજેતરમાં કાલંત્રા ગામના એક સીસીટીવી કેમેરામાં એક દિપડો છાપરામાં ધુસીને એક ગોૈવંશ પર હુમલો કરતો હોવાનુ પણ જોવા મળે છે. જેથી શિકારની શોધમાં રહેણાંક વિસ્તારો, સ્થાનિક સીમ વિસ્તારો, ખેતરો અને કોતરોમાંથી અવાર નવાર દિપડો દેખાવાના દાવા થઈ રહ્યા છે. જેના કારણે ખેડુતો અને માલધારીઓમાં ભયનો માહોલ છે. રાત્રિના સમયે ખેતરમાં પાકને પાણી પાવા જતાં ખેડુતો અને રાત્રે જીઆઈડીસી કંપનીઓમાં આવન-જાવન કરતા યુવકો માટે જીવનુ જોખમ ઉભું થયુ છે. વિસ્તારમાં દિપડાની હાજરી જોવા મળી છે ત્યારે તે વિસ્તારના સરપંચ કે જાગૃત નાગરિકોએ વેજલપુર વન વિભાગને જાણ કરતા વન વિભાગ એકશન મોડમાં જોવા મળે છે તે વિસ્તારમાં પાંજરા ગોઠવવાની કવાયત હાથ ધરવામાં આવી છે.