દાહોદમાં દિવાળી પહેલાં બુટલેગરોનો દારૂનો સ્ટોક કરવાનો ખેલ નિષ્ફળ!

ઝાલોદ બાયપાસ પર LCB નો સપાટો, ખોટી નંબર પ્લેટવાળી સ્વિફ્ટ કારમાંથી ૭૭૪ બોટલ દા‚-બિયરની જથ્થાબંધ ખેપ ઝડપાઈ.

રૂ. ૭.૦૩ લાખનો મુદ્દામાલ કબજે; પોલીસની નાકાબંધી જોઈ બે શખ્સો કાર મૂકીને ફરાર, દા‚ના નેટવર્કમાં સંડોવાયેલા ચાર વ્યક્તિઓનાં નામ ફરિયાદમાં સામે આવ્યાં.

દિવાળીનો તહેવાર નજીક આવતાં જ દાહોદ જીલ્લામાં બુટલેગરો દ્વારા યેનકેન પ્રકારે વિદેશી દારૂ નો સ્ટોક ખડકવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાની આશંકા વચ્ચે દાહોદ જીલ્લા એલ.સી.બી. પોલીસે દા‚ની હેરાફેરીના આવા જ એક પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. ઝાલોદ બાયપાસ પર આઈ.ટી.આઈ. પાસે ગોઠવેલી નાકાબંધી દરમિયાન ખોટી નંબર પ્લેટ લગાવેલી સ્વિફ્ટ કારમાંથી ભારતીય બનાવટનો પરપ્રાંતીય વિદેશી દા‚ અને બિયરની બોટલો મળી આવતાં ચકચાર મચી છે. પોલીસે કુલ રૂ. ૭,૦૩,૧૩૦નો મુદ્દામાલ કબજે કરી દા‚ની હેરાફેરી કરતા તત્વોને મોટો ફટકો માર્યો છે.

તહેવારોના માહોલમાં દારૂ ની ગેરકાયદેસર હેરાફેરી કરનારા તત્વો સક્રિય થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા કરવામાં આવતી કાર્યવાહી વચ્ચે એલ.સી.બી. દાહોદને બાતમી મળી હતી કે રાજસ્થાનના બાંસવાડા જીલ્લાના સજ્જનગઢ તાલુકાના ટીમરડા ગામેથી દા‚નો જથ્થો સ્વિફ્ટ કારમાં ભરી દાહોદ તરફ લઈ જવામાં આવી રહ્યો છે. આ દારૂ દાહોદમાં પહોંચાડવાનો હોવાની બાતમીના આધારે એલ.સી.બી.ની ટીમે ઝાલોદ બાયપાસ પર વોચ ગોઠવી હતી.

ઝાલોદ બાયપાસ પર આઈ.ટી.આઈ. પાસે ત્રણ રસ્તા નજીક પોલીસે પંચોને સાથે રાખીને નાકાબંધી ગોઠવી હતી. આ દરમિયાન રાજસ્થાન તરફથી આવતી સ્વિફ્ટ કારને રોકવાનો ઇશારો કરતાં કારચાલકે કાર પરત વાળીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, રસ્તા પર ગોઠવાયેલી નાકાબંધીને કારણે કાર આગળ જઈ શકી નહોતી. અંતે કારમાંથી બે વ્યક્તિઓ ઉતરીને નજીકની ઝાડી-ઝાંખરામાં અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયા હતા.

પોલીસે કારની તપાસ કરતાં તેમાં ભારતીય બનાવટનો પરપ્રાંતીય વિદેશી દા‚ અને બિયરની બોટલો મળી આવી હતી. વધુ તપાસમાં કાર પર ૠઉં-૨૦-અઇં-૨૧૮૩ નંબરની પ્લેટ લગાવેલી હતી, જ્યારે કારનો સાચો રજીસ્ટ્રેશન નંબર ૠઉં-૩૨-ઇ-૫૦૬૨ હોવાનું સામે આવ્યું હતું. ખોટી નંબર પ્લેટનો ઉપયોગ કરીને દા‚ની હેરાફેરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની વિગતો ફરિયાદમાં દર્શાવવામાં આવી છે.

પોલીસે કારને ઝાલોદ પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં લાવી પંચોની હાજરીમાં દા‚ની ગણતરી કરતાં કુલ ૭૭૪ બોટલનો જથ્થો મળી આવ્યો હતો. દા‚ના જથ્થાની કિંમત ‚. ૨,૦૩,૧૩૦ અને સ્વિફ્ટ કારની કિંમત ‚. ૫ લાખ મળી કુલ ‚. ૭,૦૩,૧૩૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

આ કેસમાં સુનીલભાઈ મનહરભાઈ કટારા, જયેશભાઈ ધુળાભાઈ ભાભોર, રાજસ્થાનના ટીમરડા ગામના પંકજ લબાના અને વિવેક ઉર્ફે વિકી ઉર્ફે કડી કાળાભાઈ ભાભોરનાં નામ ફરિયાદમાં સામે આવ્યાં છે. પોલીસ ફરિયાદ મુજબ, દા‚ની હેરાફેરી અને ખોટી નંબર પ્લેટના ઉપયોગના મામલે સંબંધિત કાયદાકીય જોગવાઈઓ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દિવાળી પહેલાં દા‚નો ગેરકાયદેસર સ્ટોક ખડકવાના પ્રયાસો સામે એલ.સી.બી.ની આ કાર્યવાહી બુટલેગરો માટે ચેતવણી સમાન છે. જોકે, આ કેસમાં ફરાર આરોપીઓની ધરપકડ અને દા‚ના જથ્થાના સ્ત્રોત સહિતની બાબતો અંગે પોલીસ તપાસ બાદ વધુ વિગતો સામે આવશે.