દાહોદ જીલ્લામાં વીતેલા ૨૪ કલાક દરમિયાન બનેલા ગમખ્વાર અકસ્માતના બે બનાવોમાં બેનાં મોત: બેથી વધુને ગંભીર ઈજા

વીતેલા ૨૪ કલાક દરમિયાન દાહોદ જીલ્લામાં જુદી જુદી જગ્યાએ બનેલા ગમખ્વાર અકસ્માતના બે બનાવોમાં બે જણાના સ્થળ પર જ મોત નીપજ્યાનું તેમજ અન્ય કેટલાકને ઈજાઓ થયાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ જીલ્લામાં ગમખ્વાર અકસ્માતના બનેલા બે બનાવો પૈકીનો એક બનાવ દાહોદ તાલુકાના ખરોડ ગામે સડક ફળિયામાં રાત્રિના સાડા દસ વાગ્યાના સુમારે બનવા પામ્યો હતો. જેમાં એક ડમ્ફર ચાલક તેના કબજાનું અશોક લેલેન્ડ કંપનીનું જીજે-૧૩- એડબલ્યુ-૫૮૫૮ નંબરનું ડમ્ફર ખરોડ ગામે સડક ફળિયામાં ઝાલોદ-દાહોદ હાઈવે પર લાઈટ ચાલુ કર્યા વગર તથા રિફ્લેક્ટર કે કોઈપણ પ્રકારની આડસ મુક્યા વગર બેદરકારી તેમજ જોખમ‚પ રીતે રોડ પર ઉભું રાખ્યું હતું. તે દરમિયાન પાછળથી આવતી જીજે-૨૦-બીએમ-૭૧૨૪ નંબરની બફષફષ ાીહતફ એનએસ મોટરસાયકલ ડમ્ફર પાછળ ધડાકાભેર અથડાતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મોટરસાયકલ ચાલક ગોવિંદ ગુ‚ લીમડી તાલુકાના ગુલતોરા ગામના નદી ફળિયામાં રહેતા ૨૩ વર્ષીય સુક્રમ ભાઈ જીથાભાઈ ડામોરને માથામાં, કપાળના ભાગે તેમજ શરીરે ગંભીર ઈજાઓ થતા તેનું સ્થળ પર જ કમકમાટી ભર્યુંમોત નીપજ્યું હતું, જ્યારે મોટરસાયકલ પર પાછળ બેઠેલ ગુલતોરા ગામના નદી ફળિયામાં રહેતા નિલેશભાઈ રાયસીંગભાઈ ડામોરને માથામાં તેમજ મોઢાના ભાગે ઈજાઓ થવા પામી હતી તેમજ ડાબા હાથે ફેક્ચર થયું હતું. જ્યારે ક્રિષ્નરાજ કિરણભાઈ ડામોર ને ડાબા હાથે ઈજા તેમજ ડાબા પગે ફ્રેક્ચર થવા પામ્યું હતું. તેમજ બીજી અન્ય મોટર સાયકલો પણ ડમ્ફરના પાછળના ભાગે અથડાતાં તે મોટરસાયકલ ચાલકોને પણ ઈજાઓ થવા પામી હતી. ઘટનાની જાણ થતા જ ડમ્ફર ગાડીનો ચાલક સ્થળ પર જ ડમ્ફર મૂકી ફરાર થઈ ગયો હતો. આ સંબંધે ડમ્પર ગાડીના ચાલક વિ‚દ્ધ દાહોદ તાલુકા પોલીસ ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે ગમખ્વાર અકસ્માતનો બીજો બનાવ દાહોદ તાલુકાના કઠલા ગામે અમદાવાદ-ઈન્દોર હાઈવે પર પુલ બસ સ્ટેન્ડ પાસે મધરાતે બનવા પામ્યો હતો. જેમાં એક ટ્રક ચાલક તેના કબજાની પંજાબ પાસિંગની પીબી ૧૩ બીપી-૮૫૯૭ નંબરની અશોક લેલન્ડ ટ્રક પૂર ઝડપે અને ગફલત ભરીરીતે હંકારી લઈ આવી સામેથી આવતી ઉત્તર પ્રદેશના બુલાપુર ગામના નીરજકુમાર ધર્મરાજ પાસીની જીજે-૧૯- ઝેડ-૦૯૮૬ નંબરની મહિન્દ્રા ટુક સાથે ધડાકાભેર અથડાતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મહિન્દ્રા ટ્રેકના નીરજ કુમાર પાસી ને ઈજાઓ થવા પામી હતી. તેમજ ટ્રકના ક્લીનર અવધેશ કુમાર ચંદ્રપાસ પાસીને શરીરે તથા માથામાં ગંભીર જીવલેણ ઇજાઓ થતા સ્થળ પર જ મોત નીપજ્યું હતું. આ સંબંધે કતવારા પોલીસે અશોક લેલેન્ડ ટ્રકના ચાલક વિ‚દ્ધ ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.