
વડોદરામાં ભાદરવા ગામમાં યોજાયેલા ડાયરામાં માયાભાઈ આહીરે નિવેદન આપ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદી સાથે થયેલ મુલાકાત અંગે ખુલાસો કર્યો હતો કે, હું કોઈ પાસે ટિકિટ લેવા ગયો ન હતો. અમારી કલા સાથે અનેક ટિકિટોવાળા મિત્રો જોડાયેલા છે. અમારા ચાહકો અમારી ટિકિટ છે. ટિકિટ મુદ્દે ચાલી રહેલી અફવાઓને નકારી હતી. ડાયરામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. નિવેદન બાદ રાજકીય ચર્ચા ગરમાઈ હતી. આ કાર્યક્રમમાં કૃષિ મંત્રી જીતુ વાઘાણી ધારાસભ્ય સહિત અનેક આગેવાનો ઉપસ્થિત હતા.
ભગુડામાં હાલ માંગલમાતાનો પાટોત્સવ ચાલી રહ્યો છે. જેમાં ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ડાયરામાં ગુજરાતનાં તમામ નામી અનામી ડાયરાના કલાકારો આવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, માંગલધામ ટ્રસ્ટમાં માયા આહીર અગ્રણી છે. તેઓ જ પ્રતિવર્ષ ડાયરા તથા વિવિધ કર્મકાંડનું આયોજન કરાવે છે.
ભગુડા ધામમાં આયોજીત લોકડાયરામાં બ્રિજરાજ ગઢવીએ મોટું નિવેદન આપ્યું હતું. બ્રિજરાજદાને કહ્યું કે, માયાના દિકરા જયરાજ આહિર ધારાસભ્ય બને. હું તેમને ધારાસભ્ય તરીકે જોવા માંગુ છું. બ્રિજરાજ ગઢવીએ જણાવ્યું કે, હું માતાજીના ચરણોમાં પ્રાર્થના કરીશ કે તેઓને ટિકિટ મળે અને તેઓ ધારાસભ્ય બને. એક ચારણ તરીકે હું માતાજીને પ્રાર્થના કરીશ કે હું જયરાજનાં નામ આગળ ધારાસભ્ય લખેલું જોવા માંગુ છું. તળાજાના ધારાસભ્ય બને તે માટે મારી પ્રાર્થના છે. લોક્સાહિત્યકાર બ્રિજરાજ ગઢવીનાં નિવેદનથી રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવી ગયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પોતાના દિકરાને ભાજપમાંથી ટિકિટ અપાવવા માટે માયા આહિર લાંબા સમયથી લોબિંગ ચલાવી રહ્યા છે. તેના જ ભાગરૂપે તેઓ પોતાના મિત્ર અને કોંગ્રેસનાં પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરને ભાજપમાં લઇ આવ્યા હતા. ભાજપ તરફથી સી.આર પાટીલ સહિતનાં અનેક નેતાઓ જે કરી શક્યા નહોતા તે કામ માયા આહીરે કરી દેખાડ્યું અને ડેરને ભાજપમાં લઇ આવ્યા. જેથી માયા આહીરનું કદ પણ ભાજપનાં નેતાઓ વચ્જોચે વયું હતું. બીજી તરફ જયરાજ આહિરને પણ યુવા મોરચા પ્રમુખ બન્યા બાદ હવે તે પણ ધારાસભાની ટિકિટ ઝંખે છે. તે માટે માયા આહીર સતત પુત્રને પ્રમોટ કરવા ઉપરાંત લોબિંગ પણ કરી રહ્યા છે. કે ભાજપમાં અમરીશ ડેર રંગેચંગે આવી તો ગયા પરંતુ કદ એટલા વેતરાઇ ગયા હતા. હીરા સોલંકી પોતાની રાજુલા સીટ છોડવા માટે તૈયાર નહી થતા આખરે સમગ્ર કોકડું ગુંચવાયું હતું અને અમરીશ ડેરે પોતાનું ધારાસભ્યપદ તો ગુમાવ્યું હતું હવે ગુજરાત મેરીટાઇમ બોર્ડનાં અયક્ષ બનીને જ સંતોષ મનાવવો પડ્યો હતો.