
ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પદૃની ચૂંટણી ૧૬ ફેબ્રુઆરીએ યોજવામાં આવશે. વિધાનસભા દ્વારા આ અંગે સત્તાવાર નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. જેઠા ભરવાડે ઉપાધ્યક્ષ પદૃેથી રાજીનામું આપ્યા પછી આ જગ્યા ખાલી પડી હતી. હવે આ પદ માટે ચૂંટણી યોજવામાં આવી રહી છે.
સત્તાવાર નોટિફિકેશન મુજબ, ઉમેદવારોએ ૧૩ ફેબ્રુઆરી બપોરે ૧૨ વાગ્યા પહેલાં તેમના ઉમેદૃવારી ફોર્મ ભરવાના રહેશે. ત્યારબાદ ૧૬ ફેબ્રુઆરીએ વિધાનસભામાં ઉપાધ્યક્ષ પદૃની ચૂંટણી યોજવામાં આવશે. વિપક્ષી દળ કોંગ્રેસે ઉપાધ્યક્ષ પદૃની માગણી કરી છે.
જેઠા ભરવાડ વિધાનસભાના ઉપાધ્યક્ષ હતા. તેમણે અન્ય જવાબદૃારીઓને કારણે ડિસેમ્બર ૨૦૨૫માં આ પદૃેથી રાજીનામું આપી દૃીધું હતું. જેઠા ભરવાડે રાજીનામું આપતા ઉપાધ્યક્ષ પદૃની જગ્યા ખાલી હતી. હવે નવા ઉપાધ્યક્ષની પસંદૃગી માટે ચૂંટણી પ્રક્રિયા શ કરવામાં આવી છે.